શિહોરીનું ક્ષતિગ્રસ્ત બીઆરસી ભવન અતિ જોખમી : 25 વર્ષ જુના ભવનના મકાનને નવું બનાવવાની તાતી જરૂરીયાત

શિહોરીનું ક્ષતિગ્રસ્ત બીઆરસી ભવન અતિ જોખમી : 25 વર્ષ જુના ભવનના મકાનને નવું બનાવવાની તાતી જરૂરીયાત

અધિકારીઓ અને કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબુર: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક શિહોરી ખાતે આવેલ બીઆરસી ભવનનું મકાન ક્ષતિગ્રસ્ત બની ગયું છે. તેથી અહીં કર્મચારીઓ ભયના ઓથાર હેઠળ કામ કરવા મજબુર બન્યા છે. જેના કારણે ભવનનું મકાન નવું બનાવવાની લોક માંગ ઉઠવા પામી છે.

કાંકરેજ તાલુકા મથક શિહોરીમાં જર્જરીત હાલતમાં ઊભેલું બીઆરસી ભવન રેસ્ટ હાઉસની બાજુમાં આવેલું છે. જે અત્યારે સમયના વહેણ સાથે ક્ષતિગ્રસ્ત અને જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઉભુ છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ કાર્યક્રમ હેઠળ બાંધવામાં આવેલ બીઆરસી ભવનનું ઉદઘાટન તારીખ ૬ ડિસેમ્બર ૧૯૯૯ ના રોજ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ જ્યારે રાજ્યના શિક્ષણ મંત્રી હતા ત્યારે કરવામાં આવેલ. જેને અત્યારે ૨૫ વર્ષ જેટલો સમય થઇ ગયો છે. અત્યારે આ બીઆરસી ભવનના દરેક રૂમમાં છતના પોપડા ખરવા સાથે તિરાડો પણ પડી ગઈ છે.

આ બીઆરસી ભવનને વારંવાર રિપેર કરવાના બહાને માત્ર થિંગડા મારવામાં આવે છે. જીર્ણશીર્ણ હાલતમાં ઊભેલા બીઆરસી ભવનમાં બીઆરસી તેમજ ૨૧ જેટલા સીઆરસી કો-ઓર્ડીનેટર પોતાની કામગીરી માટે આવતા હોય છે અને દિવ્યાંગ બાળકોના કેમ્પો, શિક્ષકો માટે તાલીમો સહિતના અવારનવાર કાર્યક્રમો પણ બીઆરસી ભવનમાં રાખવામાં આવતા હોય છે અને હાલે અધિકારીઓ તથા કર્મચારીઓ આ ડેમેજ રૂમોમાં ભયના ઓથાર હેઠળ કામગીરી કરી રહ્યા છે તો કોઈ અનિચ્છનીય ઘટના ઘટે તે પહેલાં સત્વરે આ બીઆરસી ભવનનું નવું મકાન બનાવવામાં આવે તેમ શિક્ષણવિદો અને ગામ લોકો ઈચ્છી રહ્યા છે.

subscriber

Related Articles