વહીવટી તંત્રના અધિકારીઓની સ્થળની મુલાકાત છતાં પરીસ્થીતી જૈસે થે
ડીસાથી જુનાડીસા રોડ ઉપર આવેલ સરયુનગર જતા મહાદેવજી મંદિરના આગળ મુખ્ય માર્ગ ઉપર છેલ્લા કેટલાય વર્ષોથી ભુગર્ભ ગટરની અભાવે ગટરના ગંદા પાણી ભરાઈ જતા સ્થાનિકો ભારે હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. જ્યારે આ રસ્તા ઉપર શાળાના વિદ્યાર્થીઓએ સહિત હજારોની સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે ત્યારે લોકોને પાણીમાંથી પસાર થવો કઠિન પડી રહે છે. ત્યારે શિયાળાની ઋતુમાં આ દુર્ગંધયુક્ત ગંદુ પાણી લાંબા સમયથી ભરાઈ જતા આસપાસના ખેડૂતો તેમજ શાળાએ જતા નાના ભૂલકાઓ અને બાળકો ભારે પરેશાની ભોગવી રહ્યા છે.
જોકે આ મામલે સ્થાનિકો દ્વારા અવારનવાર પાલિકા લેવલે રજુઆત કરવા છતાં આજદિન સુધી આ ગંદા પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી. આ મામલે સ્થાનિકો ના જણાવ્યા મુજબ ભૂગર્ભ ગટર ઉભરાય છે ભરાઈ જાય છે પાણીના કારણે રોગચાળો ફેલાઈ જાય તેવી શક્યતા છે અમે અવાર નવાર ડીસા નગરપાલિકા લેવલે રજુઆત કરી હોવા છતાં પણ આ મામલે પાલિકા દ્વારા આ પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં આવી નથી.
સરયુ નગર આશ્રમ ખાતે ધાર્મિક કાર્યક્રમમાં જતા અનેક વાહન ચાલકો ફસાતા કચવાટ ફેલાયો: સરયુ નગર ખાતે આશ્રમ આવેલો છે અને આ આશ્રમમાં દર વર્ષે કારતક વદ અમાવસના રોજ સરયુશરણ મહારાજની નિર્માણ તિથિ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમનું આયોજન થાય છે તેમાં મોટી સંખ્યામાં આજુબાજુના લોકો અને ડીસા ના નગરજનો દર્શને આવતા હોય છે ત્યારે રસ્તા વચ્ચે ભરાતા પાણીમાં અનેક વાહનો ફસાતા અને ગંદા પાણીથી પસાર થતા ભક્તજનોમાં પણ કચવાટ ની લાગણી ફેલાઈ હતી
સ્વચ્છતા અભિયાન ના નામે માત્ર પોકળદાવા: ગુજરાતમાં સ્વછતા અભિયાનની મોટી મોટી વાતો કરી લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટોની ફાળવણી કરવામાં આવે છે પરંતુ ડીસા ભોપાનગર માળીવાસ વિસ્તાર સહિત રાજપુર સર્યુંનગર જતાં માર્ગ પર વષોથી ગટરના ગંદા પાણી ઉભરાઈ રહ્યા છે પરંતુ વહીવટીતંત્ર દ્વારા આજદિન સુધી આ સમસ્યાનો ઉકેલ લાવી શક્યા નથી જે બતાવે છે કે સ્વછતા અભિયાનની કામગીરી માત્ર કાગળ પર જોવા મળે છે..