તેલંગાણામાં સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણમાં સાત માઓવાદીઓ માર્યા ગયા

તેલંગાણામાં સર્ચ ઓપરેશન દરમિયાન અથડામણમાં સાત માઓવાદીઓ માર્યા ગયા

તેલંગાણાના મુલુગુમાં જંગલ વિસ્તારમાં પોલીસ અને માઓવાદીઓ વચ્ચેની અથડામણમાં સાત માઓવાદીઓ માર્યા ગયા હતા. આ એન્કાઉન્ટર એતુરાનગરમ જંગલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન દરમિયાન થયું હતું, જ્યાં તેલંગાણા પોલીસના ચુનંદા નક્સલ વિરોધી દળ ‘ગ્રેહાઉન્ડ્સ’ અને માઓવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી, પોલીસ અધિકારીએ જણાવ્યું કે એન્કાઉન્ટરમાં સાત માઓવાદીઓ માર્યા ગયા. અધિકારીએ કહ્યું કે એન્કાઉન્ટર સ્થળ પરથી બે એકે-47 રાઈફલ અને અન્ય હથિયારો મળી આવ્યા છે. અધિકારીએ એ પણ પુષ્ટિ કરી કે માર્યા ગયેલા માઓવાદીઓમાં કુરસમ મંગુ ઉર્ફે ભદ્રુ, પ્રતિબંધિત સીપીઆઈ (માઓવાદી)ની તેલંગાણા રાજ્ય સમિતિ (યેલાન્દુ નરસામપેટ)નો સચિવ પણ હતો.

subscriber

Related Articles