તાલુકા પોલીસે મહિલાની લાશનું પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી લાશને ધારપુર કોલ્ડ સ્ટોરેજ મા મોકલી આપી મહિલાના મોતનું કારણ જાણવા અને સગાસબંધીઓની ભાળ મેળવવા પોલીસે ચક્રોગતિમાન કયૉ પાટણ નજીક આવેલ ચંદ્રુમાણા ની કેનાલ માંથી કોઈ અજાણી મહિલાની કોહવાઈ ગયેલી હાલતમાં લાશ મળી આવતા પંથકમાં સનસનાટી પામી હતી. જોકે બનાવની જાણ તાલુકા પોલીસ ને થતાં તેઓએ લાશને કેનાલ માથી બહાર કાઢી તપાસ કરતાં મહિલા ના હાથ ઉપર કંકુબેન લખેલ જોવા મળ્યું હતું.
જોકે લાશના કોઈ સગા સંબંધીની ભાળ ન મળતા તાલુકા પોલીસે પાટણની વિના મૂલ્યે એમ્બ્યુલન્સ ની સેવા આપતા ઓશિયા ગૃપના કમલેશ મોદી નો સંપર્ક કરી લાશને પાટણ સિવિલ હોસ્પિટલમાં પીએમ કરાવી ધારપુર કોલ્ડ સ્ટોરેજમાં મોકલી આપી અજાણી મહિલાના વાલી વારસો સહિત મહિલાના મોતનું રહસ્ય જાણવાના ચક્રો ગતિમાન કયૉ હોવાનું જાણવા મળ્યું છે.