ગ્રામ પંચાયતમાં રાજ્ય સરકાર દ્વારા થયેલા કામો ને નિહાળ્યા
ઉંઝા અને બહુચરાજી પંચાયતો ના સરપંચો અને સદસ્યોની ટીમ બનાસકાંઠામાં આવી; મહેસાણા જિલ્લાના ઊંઝા અને બહુચરાજી તાલુકાના ગામડાના સરપંચો અને સદસ્યો ની એક ટીમ બનાસકાંઠા જિલ્લા ના પ્રવાસે આવી હતી. જેમાં બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના દામા ગ્રામ પંચાયતની આ ટીમે મુલાકાત લીધી હતી, ડીસા તાલુકાની વિકસિત ગ્રામ પંચાયતમાં થઈ રહેલા રાજ્ય સરકારના કામોની આ ટીમ દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.
ડીસા તાલુકામાં એકમાત્ર દામા ગ્રામ પંચાયત ની મુલાકાત લીધી હતી. જેમાં દામા ગ્રામ પંચાયતના સરપંચ રૂખીબેન ઈશ્વરભાઈ ખટણા અને સદસ્યો દ્વારા થયેલા ગ્રામ પંચાયતમાં વિકાસના કામો ને ઊંઝા અને બહુચરાજી તાલુકાના સરપંચો અને સદસ્યો એ નિહાળ્યુ હતું. આ ઉપરાંત દામા ખાતે ચાલતા બનાસ ડેરી દ્વારા ના બાયોગેસ પ્લાન્ટ સહિત દામા ગામમાં રાજ્ય સરકારના સહયોગથી થયેલ લાઇબ્રેરી ની પણ મુલાકાત લીધી આ ઉપરાંત મામા નગર ખાતે નર્મદાની પાઇપલાઇન દ્વારા ભરાતા તળાવ ની મુલાકાત કરી અને તળાવ ના માધ્યમ થી ખેતી કરતા ખેડૂતો સાથે પણ વાર્તાલાપ કર્યો હતો દામા ગામ ખાતે આવેલ પંચાયતો ના સરપંચો અને સદસ્યો નુ સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ડીસા વિસ્તરણ અધિકારી સહિત ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને જરૂરી માહિતી પૂરી પાડી હતી.