કાંકરેજ તાલુકાના જામપુર ગામની સિમ વિસ્તારમાંથી પસાર થતી બનાસ નદીમાં બિન અધિકૃત સાદી રેતી નું મોટુ ખનન કૌભાંડ ચાલી રહ્યું છે જેની માહિતી પાલનપુર ખાણ ખનીજ વિભાગની ટિમ ને થતા ખાણ ખનીજ ટિમ દ્વારા ઓચિંતી રેડ કરતાં બિન અધિકૃત ખનન કૌભાંડ ઝડપયું હતું.
તારીખ 28/11/2024 ના રોજ ખાન ખનિજ અધિકારી દ્વારા મોજે જામપુર બનાસ નદી ના પટ વિસ્તારમાં અકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું ત્યારે બિન અધિકૃત સાદી રેતીનું ખનન કરતા એક મશીન તથા બે ડંફર ઝડપી પાડ્યા હતા અને કાયદેસર કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ શિહોરી પોલીસ સ્ટેશનમાં લાવી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
એક મશીન અને બે ડંફર પકડી પાડી 1.કરોડ થી ઉપર નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે ત્યારે હવે કાંકરેજ તાલુકાની બનાસ નદી મા બિન અધિકૃત ખનન કરતા તત્વો મા ફફડાટ ફેલાયો છે. અને પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા દંડનીય કાર્યવાહી હાથ ધરશે જાણવા મળ્યા મુજબ જામપુર વિસ્તાર મા મોટા પ્રમાણ મા રેતી ચોરી થઇ રહી છે. પાલનપુર ખાણ ખનીજ વિભાગ દ્વારા એક ચેકીંગની ગાડી કંબોઇ ચોકડી ચોવીસ કલાક હાજર રહે છે પણ જામપુર તરફ કેમ ચેકીંગ કરતી નથી જેના કારણે જામપુર બાજુ મોટા પ્રમાણ મા અવરલોડ બિન અધિકૃત રેતી ભરી ડંફારો દોડી છે આ ચેકીંગ અધિકારી ઓ કંબોઇ રહે છે તેવા જામપુર તરફ ચેકીંગ કરે તો બિન અધિકૃત ખનન બંધ થાય
ડમ્ફર ના નંબર
(1)GJ38TA7273
(2) GJ02BT2395 તેમજ જેસીબી કંપની નું હિટાચી મશીન બે ડમ્ફર કુલ મુદ્દામાલ એક કરોડ પંદર લાખ ખાતે મોજે જામપુર તાલુકો કાંકરેજ જીલ્લો બનાસકાંઠા ખાતેથી તારીખ 28 11 2024 ના રોજ બીન અધિકૃત ખનન કરતું એક જેસીબી કંપની મશીન તેમજ અન્ય બે ડમ્પરો જેના વાહન નંબર (GJ 38 TA 7273) અને (GJ 02 BT 2395) મુદામાલ આશરે એક કરોડ 15 લાખ બીન અધિકૃત ખોદકામ કરતું મશીન ઝડપી પાડિયું હતું.