રોકવા તાણા નાના જામપુર ગામના ગ્રામજનોની માંગ..થરા નગરમાં ટ્રાફિક સમસ્યા વિકટ
પ્રતિબંધ મુક્યો હોવા છતાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની રાત દિવસ અવરજવર પાછળ કોનો ફાયદો..?
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ ઓગડ તાલુકાના બનાસ નદીના પટમાં બિન અધિકૃત રેત ખનન પ્રવૃત્તિ બેફામ ચાલે છે. વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુક્યો હોવા છતાં રેતી ભરેલા ઓવરલોડ વાહનોની રાત દિવસ અવરજવર થતી હોવાથી તાણા નાના જામપુરના ગ્રામજનોએ અન્ય સંબંધિત અધિકારીઓને રજૂઆતો કરેલ. પ્રાપ્ત માહિતી મુજબ બનાસ નદીના નાના જામપુર,થરા ઉગમણો વાસ પ્રાથમિક શાળા, બસ સ્ટેન્ડ માર્કેટ યાર્ડ રોડ પર રેતી ખનન કરી ઓવરલોડ ટ્રકો રાતદિવસ અસંખ્ય ટ્રકોની હેરાફેર ને કારણે રસ્તા તૂટી ગયા છે.સતત ઊડતી રેતી ને કારણે વિધાર્થીઓને આંખ પથરીની તકલીફ,અકસ્માતનો સતત ભય,ખેડૂતોની ખેતી નષ્ટ થઇ રહી છે. તેમાં પણ રેતીના ટ્રકોની અવરજવર બંધ થતી નથી. તાણા નાના જામપુર ગ્રામ પંચાયતના સરપંચ ચુંટાયેલા સભ્યો તલાટી કમ મંત્રી કલેકટર અને ખાણ ખનીજ વિભાગ મહેસૂલ વિભાગને જાણ પણ કરી હોવાનું જાણવા મળે છે. પણ કોઈ પગલાં લેવાતા નથી. ત્યારે કલેકટર, એસ.પી., આર.ટી.ઓ અને ભૂસ્તરશાસ્ત્રી આળસ ખંખેરી નાના ભૂલકાં, ગ્રામજનોને,ખેડૂતો ન્યાય આપવા શું કાર્યવાહી કરે છે. તે જોવું રહ્યું, ગ્રામજનોમાં પણ તંત્રની તાકાત વધારે કે રેતી માફિયાની તેની ચર્ચા ચાલી રહી છે.
રેતી માફીયાઓ જાહેરનામું હોય કે ગમે તે કાયદાનું પાલન નહીં કરી ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવા પાછળ જે તે અધિકારીઓ ના છુપા આશિર્વાદ અને અંગત ફાયદો હોવાનું લોકોનું માનવું છે. દર મહિને આ માફીયાઓ લાખો ના હપ્તા અધિકારીઓને ચૂકવતા હોય તેમનું કોઈ કંઇ બગાડી શકતું નથી અને પોતે જ અધિકારી હોય તેમ બિન્દાસ નિયમો ના ભંગ કરી પોતાની મનમાની કરી રહ્યા છે તેમ જાણવા મળ્યું છે.

