સાબરકાંઠા એસઓજી એ શનિવારે સાંજે હિંમતનગરના માલીવાડ વિસ્તારમાં દરોડો પાડી 2.608 કિલોગ્રામ ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. પોલીસે આ કેસમાં કુલ ચાર વ્યક્તિઓ સામે ગુનો નોંધ્યો છે. રેંજ આઈજી વિરેન્દ્રસિંહ ઝાલા અને ઇન્ચાર્જ પોલીસ અધીક્ષક સ્મિત ગોહિલની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી એસઓજી પીઆઇ ડી.સી.સાકરિયાની ટીમને મળેલી બાતમીના આધારે રાજુભાઈ જીવાભાઈ વણઝારાના ઘરમાં દરોડો પાડવામાં આવ્યો. પોલીસે ગાંજા ઉપરાંત એક મોબાઈલ ફોન અને વજન કાંટો મળી કુલ રૂ.28,080નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કેસમાં એકની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે અરવિંદભાઈ ભગોરા ઉર્ફે અરવિંદગીરી મહારાજ (માલમાથા, વિછીવાડા, રાજસ્થાન), કાળુભાઈ હોમેરાભાઈ ગમાર અને બાબુભાઈ હોમેરાભાઈ ગમાર (બંને લોહારી, વિછીવાડા, ઉદેપુર) ફરાર છે. હિંમતનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ યુવાધનને નશાના રવાડે ચડતું અટકાવવા અને નશીલા પદાર્થોનું વેચાણ રોકવા વિશેષ ઝુંબેશ ચલાવી રહી છે.

- March 23, 2025
0
75
Less than a minute
You can share this post!
editor