સાબરકાંઠા જિલ્લાના તલોદમાં સોમવારની રાત્રે તસ્કરોએ બાલાજી ગ્રીનપાર્ક સહિત ચાર સોસાયટીઓમાં ધાડ પાડી હતી. તસ્કરોએ બે બંધ મકાનના તાળા તોડી કુલ રૂ.11.49 લાખની મત્તાની ચોરી કરી હતી. બાલાજી ગ્રીનપાર્ક સોસાયટીના મકાન નંબર રહેતા દીપકકુમાર રોશનલાલ ખત્રીના ઘરમાંથી તસ્કરોએ તિજોરી તોડી રૂ.5.24 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂ.25 હજાર રોકડા મળી કુલ રૂ.5.49 લાખની મત્તા ચોરી કરી હતી. તેમની બાજુમાં રહેતા રાકેશકુમાર ગણપતલાલ રાવલના મકાનમાં પણ તસ્કરોએ તિજોરી તોડી રૂ.5.87 લાખના સોના-ચાંદીના દાગીના અને રૂ.13 હજાર રોકડા મળી કુલ રૂ.6 લાખની મત્તાની ચોરી કરી હતી.બંને ઘરમાળિકોએ તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા તસ્કરો સામે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.
- August 13, 2025
0
284
Less than a minute
Tags:
- 11 Lakh Stolen
- Balaji Green Park
- Cash Theft
- CCTV investigation
- Criminal Case Filed
- Gold and Silver Ornaments
- Home Security Breach
- Locked House Burglary
- Nighttime Theft
- police investigation
- Residential Crime
- Sabarkantha District Crime
- Sabarkantha Theft
- Smuggler Raid
- Society Break-In
- Talod House Robbery
- Talod Police Station
- Unknown Accused
You can share this post!
editor

