સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા પોલીસે આજે મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ઓવરલોડ મુસાફરો સાથે જતાં 22 વાહનોને ડિટેઈન કર્યા છે. આ કાર્યવાહી ગઈકાલે વડાલી પાસે થયેલા ગંભીર અકસ્માતને પગલે કરવામાં આવી છે. વડાલી પાસે ગુરુવારની રાત્રે ઈડર-ખેડબ્રહ્મા સ્ટેટ હાઈવે પર એક જીપ અકસ્માતમાં 37 મુસાફરોને ઈજાઓ થઈ હતી. આ ઘટના બાદ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના PI અને સ્ટાફે શુક્રવારે વિશેષ ડ્રાઈવ હાથ ધરી હતી. સાબરકાંઠા રેંજ IGP, જિલ્લા પોલીસ વડા અને ઈડર DYSPની સૂચના મુજબ આ કાર્યવાહી કરવામાં આવી હતી. PI ડી.આર.પઢેરીયા અને તેમની ટીમે વિવિધ સ્થળોએ વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. MV એક્ટ 207 હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી. ડિટેઈન કરાયેલા વાહનોમાં મોટાભાગે ઈકો ગાડીઓનો સમાવેશ થાય છે.
- March 8, 2025
0
817
Less than a minute
You can share this post!
editor

