સાબરકાંઠા LCBએ શામળાજી-હિંમતનગર હાઇવે પર ગાંભોઈ નજીકથી વિદેશી દારૂની મોટી ખેપ પકડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે રાજસ્થાનથી રાજકોટ તરફ જતા ટ્રક નંબર GJ.33.T.4531ને રોકીને તપાસ કરતાં પતંજલિ હર્બલ પ્રોડક્ટ્સના બોક્સની આડમાં 1212 બોટલ વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે દારૂની કિંમત રૂ. 9.71 લાખ, મોબાઈલ, રોકડ રકમ, ટાડપત્રી, પતંજલિ હર્બલ પ્રોડક્ટના 542 બોક્સ કિંમત રૂ. 28.03 લાખ અને રૂ. 10 લાખની કિંમતનો ટ્રક મળી કુલ રૂ. 47.82 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ટ્રકમાંથી હરિયાણાના ચરખી દાદરી જિલ્લાના ભાઢડા ગામના દીપક સુંદરલાલ જાટ (ઉંમર 33)ની ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં દારૂ મોકલનાર હરિયાણાના ભીવાની જિલ્લાના દિનોદ ગામના બિન્દર ઉર્ફે ફોજી બસ્તીરામ જાટ અને રાજકોટથી દારૂ લેવા આવનાર વ્યક્તિ સામે પણ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
- June 16, 2025
0
645
Less than a minute
You can share this post!
editor

