સાબરકાંઠા જિલ્લામાં આગામી હોળી-ધુળેટી અને રમઝાન મહિનાને લઈને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. વડાલી અને ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં પીઆઈની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી. હાલમાં રમઝાન માસ ચાલી રહ્યો છે. આગામી 13 અને 14 માર્ચના રોજ હોળી અને ધૂળેટીનો તહેવાર છે. આ બંને તહેવારો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે બંને કોમના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. ખેડબ્રહ્મા અને વડાલી પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલી બેઠકમાં બંને સમાજના આગેવાનો હાજર રહ્યા હતા. તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે જરૂરી ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આગેવાનોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી હતી.

- March 12, 2025
0
38
Less than a minute
You can share this post!
editor