સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે NDPS ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે NDPS ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો

સાબરકાંઠા જિલ્લાના પોશીના પોલીસે દેલવાડા બજારમાંથી NDPS ગુનામાં નાસતા ફરતા એક આરોપીને ઝડપી પાડ્યો છે. આ આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે ખેરોજ પોલીસને સોંપવામાં આવ્યો હતો.

પોશીના પોલીસ સ્ટેશનના PI એલ.જે. વાળાએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસ સ્ટાફ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન પરેશકુમાર અને દીપકભાઈને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરવામાં આવી હતી.ખેરોજ પોલીસ સ્ટેશનમાં NDPSના ગુનામાં નાસતા ફરતા આરોપી અજીતભાઈ પોપટભાઈ ગમાર (ઉ.વ. 38, રહે. સેબલિયા (વડીખાણ ફળો), તા. પોશીના, જિ. સાબરકાંઠા)ને દેલવાડા બજારમાં રોડ ઉપરથી ઝડપી લેવામાં આવ્યો હતો. આરોપીને પકડી પાડ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવા માટે ખેરોજ પોલીસ સ્ટેશનને સુપરત કરવામાં આવ્યો હતો.

 

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *