સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટર લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી. આ બેઠકમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ શહેરમાં વીજલાઈન,  તાલુકામાં નવી મંજૂર  માધ્યમિક શાળાઓ માટી જમીન અને મકાનની ગ્રાન્ટ અંગે પ્રશ્ન,  દેરોલ બ્રિજ, નેશનલ હાઇવે, શહેરમાં ટ્રાફિકની સમસ્યા,  શહેરી વિસ્તારમાં બાકી રહેલા રોડ રસ્તાના કામો,  સિવિલ હોસ્પિટલ કમ મેડીકલ કોલેજથી આગળ રોડ પહોળો કરવાના પ્રશ્ન, શહેરમાં મોતીપુરા બ્રિજની આસપાસ બ્યુટિફિકેશન-રિવર ફ્ર્ન્ટ બ્યુટીફિકેશન, અંદર ગ્રાઉન્ડ વીજ લાઈન, આર.ટી. ઓ સર્કલ બ્યૂટીફિકેશન તેમજ કેન્દ્રીય વિધાલય અને ત્રિવેણી હાઇસ્કૂલ આગળ વિધાર્થીઓની સેફ્ટી માટે બેરીકેટ વગેરે અંગેના પ્રશ્નો રજૂ કર્યા હતા.ભાગ-૨ માં નિવૃત્ત થતા કર્મચારીઓના પેન્શન કેસ, જમીન રેકોર્ડ,  સરકારી કચેરીઓના આંતરિક પ્રશ્નો આદિજાતિ વિસ્તારના વિકાસના અંગે ચર્ચા કરાઇ હતી.

આગામી સમયમાં યોજાનાર બોર્ડની પરીક્ષા શાન્તિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તે માટે અમલીકરણ અધિકારીઓને જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.  આ સાથે જળસંચય અભિયાન અને વીજ બચાવ અભિયાન અંતર્ગત દરેક અધિકારીઓને  પોતપોતાના વિભાગ અને કચેરીઓમાં વીજળી અને પાણી  બચાવવા જિલ્લા કલેક્ટરએ અપીલ કરી હતી.

જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજસિંહ ગોહિલે અમલીકરણ અધિકારીઓને સંબોધતા નશાબંધી અંગે જાણકારી આપી વિવિધ વિભાગો જેવા કે આરોગ્ય વિભાગ, ફુડ એન્ડ ડ્ર્ગ્સ વિભાગ, શિક્ષણ, હાયર એજ્યુ. વગેરે વિભાગોને જિલ્લાને નશામુક્ત જિલ્લો બનાવવામાં પોલીસનો સહયોગ કરવા અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, તમામ પ્રાંત અધિકારી  સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *