બનાસકાંઠામાં લુખ્ખાઓ બેફામ બન્યાની ઘટના સામે આવી છે. વડગામમાં લુખ્ખા તત્વો જાહેરમાં તલવાર અને ધોકા સાથે નીકળી પડ્યા. લુખ્ખા તત્વોએ આતંક મચાવતા નાગરિકોમાં ભયનો માહોલ છવાયો. જાહેરમાં બેફામ બનેલા લુખાતત્વો લોકોને ધમકી આપી રહ્યા છે, તે જોતા લાગે છે કે તેમને પોલીસનો કોઈ ડર નથી.બનાસકાંઠામાં લુખ્ખા તત્વોના આંતકનો વિડીયો વાયરલ થતા પોલીસ કામગીરી સામે સવાલ ઉઠવા લાગ્યા છે. ગતરોજ વડગામના ડાલવાણાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દેખાય છે કે રાત્રિના રોજ કેટલાક યુવાનો રોડની બાજુ પર વાતો કરતા ઉભા છે. અને ત્યારે મોટી કાળી ગાડીમાં એક શખ્સ હાથમાં તલવાર લઈને ઉતરે છે.
આ શખ્સ રોડ બાજુ ઉભેલા યુવાનો પાસે આવી તેમને ધમકી આપવા લાગે છે. આ યુવાનો અને શખ્સ વચ્ચે બોલાચાલી થાય છે ત્યારે તલવાર બતાવી તેમને ડરાવવાનો પ્રયાસ કરાય છે. ખુલ્લેઆમ લુખ્ખા તત્વોના આંતકની ઘટના સામે આવતા લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો.ઉલ્લેખનીય છે કે રાજ્યમાં તંત્ર દ્વારા અસમાજિક તત્વો પર લગાવ લગાવવા ખોટી રીતે દબાણ કરેલા તેમના ઘર તોડી પડાયા હતા. તેમજ કેટલાક લુખાતત્વોને જેલ ભેગા કરાયા હતા. છતાં પણ બનાસકાંઠા જિલ્લામાં લુખાતત્વો બેખોફ બની ફરી રહ્યા છે. લુખાતત્વોની દાદાગીરીનો વીડિયો સામે આવ્યા બાદ વડગામ પંથકમાં કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠયા. યુવાનોને ધમકી આપનાર આ શખ્સનું નામ ગોવિંદ ઠાકોર નામના હોવાનું સામે આવ્યું છે. ગોવિંદ કોદરામનો વતની છે. ઘટનાનો વીડિયો સામે આવ્યા બાદ સમગ્ર મામલે પોલીસ એકશન લઈ શકે છે.

