છેલ્લા કેટલાય સમયથી રોડની આ સ્થિતિ તોય ટોલ પૂરો લેવાનો…!
આબુરોડ પાલનપુર હાઇવે પર જગ્યા જગ્યાએ રોડ પીગળી ગયાં નાના સાધનોને અકસ્માતનો ભય
હાલમાં નેશનલ હાઇવે નંબર ૨૭ પર મોટા ભાગે પાલનપુર થી લઇ આબુરોડ સુધી વગર ગરમીએ રોડ ઓગળવા લાગ્યા છે. જોકે આ રોડની સ્થિતિ છેલ્લાં કેટલાય સમયથી આવીને આવી જ જોવા મળી રહી છે. જેમાં ખાસ અમીરગઢ બોર્ડરથી લઇ પાલનપુર સુધી ક્યાંક ખાડામાં બ્લોક તો ક્યાંક નાના મોટા ગમે એના સાંધા મારવામાં આવ્યા છે. તો બીજી તરફ રોડ ઓગળવાથી થર જામી ગયા છે. જેથી ૨ વ્હીલર અને નાના ૪ વ્હીલરને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે.
આ રોડ પર થી ગાડીઓનું સ્ટેરિંગ બેલેન્સ નથી રેહતું અને ગાડી આખી બેકાબૂ થઈ ગમે તેમ ડામાડોળ થવા લાગે છે. જેથી પાછળ થી આવતાં સાધન કે બાજુમાં ઓવરટેક કરતા સાધન સાથે અકસ્માતનો ભય સત્તત સતાવી રહ્યો છે હવે પ્રશ્ન એ છે કે રોડ પર ટોલ બુથ છે અને હજારોની સંખ્યામાં ગાડીઓ પૂરો ટોલ આપે છે તો શું ટોલ આપ્યા બાદ પણ જો સવલિયત નથી મળી રહી તો આવા ટોલ ભરવાનો ફાયદો શું..? ટોલ પૂરો ભરવાનો પણ સામે સાવલિયત ના નામે શૂન્ય. આવા રોડના લીધે બાઇકો એક્ટિવા રિક્ષા અને નાની કારો પણ પોતા સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવી રોડ પર ફગવા લાગે છે. પણ બોલે કોણ એ સવાલ છે… હવે પ્રશ્ન એ રહ્યો કે રોડ ખરાબ બન્યો કે ગરમી વધુ છે તેના લીધે શિયાળાથી જ આ રોડની આ દુર્દશા જોઈ રહ્યા છીયે જોકે આતો હવે NHAI ના લાગતા વળગતા અધિકારીઓ તપાસ કરે તો ખબર પડે એ સમય હવે જોવું રહ્યું…