શુભમ પાર્ટી પ્લોટથી બાલાજી બંગલોઝ સુધીનો માર્ગ બિસ્માર, સ્થાનિકો પરેશાન

શુભમ પાર્ટી પ્લોટથી બાલાજી બંગલોઝ સુધીનો માર્ગ બિસ્માર, સ્થાનિકો પરેશાન

ડીસામાં શુભમ પાર્ટી પ્લોટથી બાલાજી બંગલોઝને જોડતો મુખ્ય માર્ગ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે, જેના કારણે સ્થાનિક રાહદારીઓ અને વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ માર્ગ અનેક સોસાયટીઓને જોડતો હોવા છતાં, તેના નવીનીકરણ માટેની સ્થાનિક રહીશોની વારંવારની રજૂઆતો છતાં પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

ખાસ કરીને ચોમાસા દરમિયાન આ માર્ગની હાલત અતિશય ખરાબ થઈ જાય છે, જેના કારણે લોકોને અવરજવરમાં ભારે હાલાકી ભોગવવી પડે છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં, આજદિન સુધી પાલિકા દ્વારા આ માર્ગ બાબતે કોઈ સકારાત્મક પગલાં લેવામાં આવ્યા નથી. આ અંગે સ્થાનિક અગ્રણી રામજીભાઈએ જણાવ્યું હતું કે, “આ માર્ગ લાંબા સમયથી ખરાબ છે. અહીં સ્કૂલ પણ આવેલી છે અને ચોમાસામાં બાળકોને આવનજાવન કરવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે. પાલિકાએ આ માર્ગનું ઝડપથી નવીનીકરણ કરવું જોઈએ, જેથી સ્થાનિકોની પરેશાની ઓછી થાય. સ્થાનિકોની માંગ છે કે ડીસા નગરપાલિકા દ્વારા આ માર્ગનું તાત્કાલિક ધોરણે સમારકામ અથવા નવીનીકરણ કરવામાં આવે, જેથી લોકોને રોજિંદા જીવનમાં પડતી મુશ્કેલીઓનો અંત આવે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *