વાહન ચાલકોને માર્ગ અકસ્માતની ભીતિ; ડીસામાં મહારાણા પ્રતાપ હાઈસ્કૂલથી રેલવે સ્ટેશનને જોડતો મુખ્ય રોડ લાંબા સમયથી બિસ્માર હાલતમાં છે. ઉબડ ખાબડ રોડના કારણે વાહન ચાલકો અકસ્માતની સતત ભીતિ સેવી રહ્યા છે. લાંબા સમયથી આ રોડ બિસ્માર છે. તેમ છતાં તેના તરફ તંત્રનું ધ્યાન ગયું નથી. આ રોડ ઉપર મોટા ભાગની શાળાઓ આવેલી છે. દિવસ દરમિયાન અહિથી હજારો બાળકો પસાર થાય છે. ટ્રાફિકથી ધમધમતા આ રોડનું આજ દિન સુધી નવીનીકરણ કરવામાં આવ્યું નથી.તેથી અતિ જોખમી અને ઉબડ ખાબડ રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકો સતત ભયના ઓથાર હેઠળ પસાર થાય છે. તેમ છતાં પણ પાલિકા તંત્રના પેટનું પાણી પણ હલતુ નથી.તંત્ર જાણે અકસ્માતની રાહ જોતું હોય તેમ મૂક પ્રેક્ષક બની ગયું છે. ત્યારે આ રોડ બાબતે પાલિકા તંત્ર કોઈ યોગ્ય નિર્ણય લઇ સત્વરે આ રોડનું નવીનીકરણ કરે તેવી લોક માંગ ઉઠવા પામી છે.

- February 13, 2025
0
88
Less than a minute
You can share this post!
editor