બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા આરજેડીને મોટો ઝટકો લાગ્યો છે. પોલીસે સાસારામ વિધાનસભા મતવિસ્તારના આરજેડી ઉમેદવાર સત્યેન્દ્ર શાહની ધરપકડ કરી છે. તેઓ આજે ઉમેદવારી નોંધાવવા માટે સાસારામ સબડિવિઝન ઓફિસ પહોંચ્યા હતા.
રોહતાસ પોલીસે 2004 ના જૂના કેસના સંદર્ભમાં સત્યેન્દ્ર શાહની ધરપકડ કરી હતી. ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ હાજર હતી, જેના કારણે આરજેડી સમર્થકોમાં ગભરાટ ફેલાયો હતો. પોલીસે તેમની પણ અટકાયત કરી અને પોલીસ સ્ટેશન લઈ ગયા.

