ભર શિયાળે કમોસમી વરસાદની આગાહી ને લઇ જગત ના તાતમાં ચિંતાનો માહોલ
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સહીત અનેક વિસ્તારોમાં વરસાદનું અનુમાન
સુસવાટા ભર્યા પવન ગાજવીજ અને કરા સાથે કમોસમી વરસાદ થવાની શક્યતાઓ: શિયાળાની ઋતુ જામી હતી તેવા સમયે હવામાનમાં ફરી એકવાર પલટો જોવા મળતા સરહદી વિસ્તાર બનાસકાંઠા જિલ્લામાં વાદળો છવાતાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે ત્યારે કમોસમી વરસાદ ની હવામાન વિભાગની આગાહી ને લઇ જગત ના તાતમાં ચિંતાની લકીરો જોવા મળી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ દિવસ સુધી રાજ્યના અનેક ભાગોમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ની અસર અને રાજસ્થાન રાજ્ય પર સર્જાયેલા સાયક્લોનિક સીસ્ટમ ને કારણે ગુજરાતના હવામાન માં ભરશિયાળે પલટો જોવા મળી રહ્યો છે જેને લઇ 26 ડીસેમ્બર ની વહેલી સવારથી જ અનેક ભાગોમાં વાદળો છવાતાં વરસાદી માહોલ સર્જાયો હતો ભરશિયાળે કમોસમી વરસાદની આગાહી ને લઇ ખેડૂત વર્ગમાં પણ ચિંતાનો માહોલ છે રવી સીઝન ના વાવેતર પર પણ તેની અસર જોવા મળશે જો કે હવામાન વિભાગ દ્વારા સરહદી બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે જેને કારણે આગામી સમયમાં કડકડતી ઠંડી નો પણ અનુભવ થશે
ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ પડી શકે છે : હવામાન વિભાગ ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં 26 ડીસેમ્બર થી 30 ડીસેમ્બર સુધીમાં સામાન્યથી મધ્યમ વરસાદ થવાની હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઈને ગુરુવાર ની વહેલી સવારથી જ રાજ્યના અનેક ભાગોમાં હવામાનમાં પલટો જોવા મળ્યો હતો.
બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થાય તો રવી સીઝના વાવેતર પર અસર થઇ શકે: હવામાન આવેલા પલટાને લઈ બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ થાય તો રવી સીઝન ના ઉભા પાક પર તેની અસર વર્તાઈ શકે છે બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાન ને અડી ને આવેલા સરહદી વિસ્તારોમાં કમોસમી વરસાદની શક્યતા સૌથી વધુ રહેવા ની શક્યતાઓ રહેલી છે.
વાતાવરણના બદલાવ વચ્ચે ખેતી પાકોને પિયત આપવા નું ટાળવું : કૃષિ વૈજ્ઞાનિક આ અંગે ડીસા કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક યોગેશ પવારે જણાવ્યું હતું કે આવા વાતાવરણમાં ઊભા પાકમાં પિયત બંધ રાખવુ અને પાક ને રોગથી બચાવવા માટે જૈવિક ફૂગનાશક દવા જેવીકે, ટ્રાયકોડરમાં, સુડોમોનાસ નો ઉપયોગ કરવો અથવા આંતરપ્રવાહી ફૂગનાશક દવાનો એન્ટીબાયોટિક સાથે છંટકાવ કરવો અને ખાસ કરીને આ સમયગાળા પુરતો રાસાયણિક ખાતરનો ઉપયોગ ટાળવો