સમી- હારીજ કોટૅના નિવૃત્ત મેજિસ્ટ્રેટ ને લાંચ રૂશ્વતના આરોપ માંથી 30 વર્ષ 6 માસ અને પાંચ દિવસે રાહત મળી

સમી- હારીજ કોટૅના નિવૃત્ત મેજિસ્ટ્રેટ ને લાંચ રૂશ્વતના આરોપ માંથી 30 વર્ષ 6 માસ અને પાંચ દિવસે રાહત મળી

પાટણ જિલ્લાની સમી-હારીજ તાલુકા કોર્ટના પૂર્વ અને હવે નિવૃત્ત 75 વર્ષીય મેજિસ્ટ્રેટ વાય.એસ.બારોટને મોટી રાહત મળી છે. તેમની સામેના લાંચ રૂશ્વતના આરોપમાંથી 30 વર્ષ 6 માસ અને પાંચ દિવસ સુધી લાંબી ચાલેલી કાનૂની કાર્યવાહી બાદ આખરે તેઓને મુક્તિ મળી છે.

પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે પૂરાવાના અભાવે તેમને નિર્દોષ છોડી મૂકવાનો આદેશ આપ્યો છે. એસીબીની ટ્રેપનો બનાવ 5 જુલાઈ 1994ના રોજ બન્યો હતો. તેની ફરિયાદ 18 જાન્યુઆરી 1995ના રોજ નોંધાઈ હતી. આરોપી જજ સામે 15 ઓક્ટોબર 2024 ના રોજ તહોમતનામુ ફરમાવાયું હતું. કોર્ટે 2 જુલાઈ 2019 થી પુરાવો લેવાનું શરૂ કર્યું હતું અને 5 ઓગસ્ટ 2025 ના રોજ 80 પાનાના ચુકાદા દ્વારા જજને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ આપ્યો હતો.

પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટે જણાવ્યું હતું કે,જજે લીલાધર ભાઈ સોનીના તેમની કોર્ટમાં ચાલતા કેસો અને દાવાઓની પતાવટ માટે લાંચ પેટે ગુરૂના નંગની સોનાની વીંટી અને સોનાની બુટ્ટીની માંગણી કરી હતી. સોનાની બુટ્ટીના બદલામાં રૂપિયા એક હજાર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું.

કોર્ટે વધુમાં જણાવ્યું કે ફરિયાદ પક્ષ આ આરોપો વ્યાજબી શંકા રહિત પુરવાર કરવામાં સકળ રહ્યો નથી. ટેપ આરોપીના મકાનમાં પ્રવેશ કર્યો ત્યારે આરોપીએ લાંચ હેતુલક્ષી વાતચીત કરી માંગણી કરેલ હોવાનું પણ ફરિયાદ પક્ષ સાબિત કરી શક્યો નથી. કોર્ટે નિર્ણય આપ્યો કે સોનાની ગુરૂના નંગવાળી વીંટી અને રૂપિયા એક હજાર રોકડા આરોપી પાસેથી કબજે થયેલ હોવાનું પણ વ્યાજબી શંકા રહિત પુરવાર કરવામાં ફરિયાદ પક્ષ નિષ્ફળ રહ્યો છે.જે તમામ બાબતો ને ધ્યાનમાં રાખીને પાટણની સ્પેશ્યલ એસીબી કોર્ટના જજ બિપીનભાઈ કે. બારોટે તેઓને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો આદેશ આપ્યો હોવાનું સુત્રો તરફથી જાણવા મળ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *