પાટણમાં રહીશોનો વિરોધ; સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી

પાટણમાં રહીશોનો વિરોધ; સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી શહેર કોંગ્રેસ સમિતિએ અટકાવી

સ્માર્ટ મીટરની કામગીરી બંધ કરાવતા રહીશોએ શહેર કોગ્રેસ સમિતિનો આભાર વ્યક્ત કર્યો: આ બાબતે મળતી માહિતી મુજબ ગુરૂવારે સવારે પાટણ શહેરના અંબાજી નેળિયા વિસ્તારમાં આવેલ પ્રાર્થના વિહાર સોસાયટીના ઘરોમાં સ્માર્ટ મીટર લગાવવાની કાર્યવાહી જીઈબીના કર્મચારી દ્વારા હાથ ધરવામાં આવી હતી. પરંતુ લોકોએ સ્માર્ટ મીટર લગાવવાની મનાઈ કરતાં હોવા છતાં જીઇબી ના કર્મચારીઓ દ્વારા જબર જસ્તી થી લોકોના ઘરમાં પ્રવેશ કરીને સ્માર્ટ મીટર બદલવાની કામગીરી ચાલુ રાખતા આ બાબતની જાણ વિસ્તારના લોકોએ પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખને કરતા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ પોતાના કાર્યકરો ની ટીમ સાથે પાર્થના વિહાર સોસાયટી દોડી આવ્યા હતાં.

જીઈબી દ્રારા સ્માર્ટ મીટર લગાવતા કર્મચારી જોડે ચર્ચા કરી સરકારે સ્માર્ટ મીટર લગાવવાનું હાલ પૂરતું બંધ રાખેલ હોવા છતાં તમે કેમ મીટર લગાવો છો તેવી રજૂઆત કરતા જીઈબી ના ફરજ પરના કર્મચારી દ્વારા સ્માર્ટ મીટર લગાવવા મામલે તેમના ઉચ્ચ અધિકારી ને કોગ્રેસ પ્રમુખ સાથે ટેલીફોનિક વાતચીત કરાવતા કોગ્રેસ પ્રમુખે અધિકારીને સ્માર્ટ મીટર રહીશો ના પાડે છે તેમ છતાં તમારા કર્મચારી લોકોના ઘરમાં જબરજસ્તી થી પ્રવેશ કરી અને તેમના મીટરો બદલી રહ્યા હોવાનું જણાવી સ્માર્ટ મીટરના કારણે લોકોને વધારે બિલ આવવાનો ભય સતાવી રહ્યો છે. ત્યાર રહીશોની મંજૂરી વગર આવા સ્માર્ટ મીટરો ગ્રાહકના ઘરે ન લગાવવા રજૂઆત કરતાં અધિકારી એ ફરજ પરના કમૅચારી ને સુચના આપી પ્રાર્થના વિહાર સોસાયટી માંથી સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા બંધ કરવતા રહીશોએ પાટણ શહેર કોંગ્રેસ સમિતિના કાર્યકરો નો આભાર વ્યકત કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *