પાલનપુરની બંસીધર રેસિડેન્સી સોસાયટીના પાછળના ભાગે કચરો અને ગંદકી થતાં રહીશો પરેશાન

પાલનપુરની બંસીધર રેસિડેન્સી સોસાયટીના પાછળના ભાગે કચરો અને ગંદકી થતાં રહીશો પરેશાન

સોસાયટીના રહીશો દ્વારા નિયમિત સફાઈ કરવા નરપાલિકાને રજુઆત કરાઈ

નગરપાલિકા દ્વારા સફાઈ ન કરાતાં રોગચાળો ફેલાવાની દહેશત; પાલનપુર શહેરના ગણેશપુરા -વીરપુર રોડ નજીક બંસીધર રેસિડેન્સી સોસાયટી આવેલી છે.જ્યાં સોસાયટીના પાછળના ભાગે આવેલ ખુલ્લા ભાગમાં કચરો અને ગંદકી ફેલાતાં સોસાયટીના રહીશો ત્રસ્ત બન્યાં છે.અને હાલ ચોમાસાની સિઝન હોઇ મચ્છરોનો ઉપદ્રવ ફેલાતા રોગચાળો ફેલાવાની દહેશત સેવાઇ રહી છે.સ્થાનિકો દ્વારા નગરપાલિકાને નિયમિત સફાઈ કરાવવા લેખિત રજુઆત કરાઈ છે.

પાલનપુર નગરપાલિકા શહેરને સ્વચ્છ બનાવવા માટે મોટી જાહેરાતો કરીને સ્વચ્છતા અભિયાન કરીને મોટા બણગા ફૂંકી રહી છે.ત્યાં શહેરના અનેક વિસ્તારો હાલમાં ગંદકીથી ત્રસ્ત બન્યાં છે.જ્યાં શહેરમાં આવેલ બંસીધર રેસિડેન્સી સોસાયટીના પાછળ આવેલ ખુલ્લાં ભાગે કચરાનું સામ્રાજ્ય છવાતાં સોસાયટીના રહીશોનું આરોગ્ય ગંદકીના કારણે જોખમમાં મુકાયું છે.ગંદકીના કારણે સોસાયટીના લોકો તેમના ઘર પાછળની ગંદકી અને દુર્ઘન્ધના કારણે તેમના ઘરોના દરવાજા ખોલી શકતાં નથી.જેથી સોસાયટીના રહીશો દ્વારા પાલનપુર નગરપાલિકામાં લેખિત રજુઆત કરાઈ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *