પાટણ પંથકના વરસાદી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી શરૂ

પાટણ પંથકના વરસાદી ક્ષતિગ્રસ્ત રસ્તાઓની મરામતની કામગીરી શરૂ

પાટણ જિલ્લામાં તા.૭ સપ્ટેમ્બર ૨૦૨૫ થી આજદિન સુધી થયેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન વિભાગ હસ્તકના અનેક તાલુકાઓમાં આવેલા રસ્તાઓ ક્ષતિગ્રસ્ત બન્યા હતા. જાહેર નાગરિકોને અવરજવર માટે મુશ્કેલી ન પડે તે માટે જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ વિભાગ દ્વારા વરસાદી વિરામ બાદ તાત્કાલિક યુદ્ધના ધોરણે મરામત કામગીરી હાથ ધરાઈ છે. વિભાગ દ્વારા ડામર પ્લાન્ટ શરૂ કરાવી કાંસા, સરીયદ, સાંપ્રા, ઉંદરા રોડ ચાણસ્મા,પાટણ, ડીસા રોડ, લણવા,મણુંદ, સડેર બાલીસણા રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે મેટલ પેચ વર્કની કામગીરી  હારીજ, બેચરાજી, ડીંડરોલ, મામવાડા રોડની કામગીરી શરૂ કરવામાં આવી છે જ્યારે એફ.ડી.આર. કામગીરી શંખેશ્વર, બેચરાજી,

રાધનપુર અને સાંતલપુર તાલુકામાં ભારે વરસાદને કારણે બંધ થયેલા ૫ રસ્તાઓ પર પણ રિપેરીંગ કાર્ય પૂર્ણ કરીને વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરવામાં આવ્યો છે.  તેમાં સમાવેશ થાય છે તેવા મઢુત્રા,દાત્રાણા, બરારા,ઘોકાવાડા રોડ વૌવાદાત્રાણા, સાંતલપુર રાધનપુરલોદ્રામોરવાડા સુઇગામસિઘાડા,ઝેકડા, ગઢા,ઝંડાલા આ રસ્તાઓ પર રેઇન કટ રિપેરીંગ, માટીકામ તેમજ પાઇપ ડ્રેઇન રિપેરીંગ કાર્ય હાથ ધરવામાં આવી તમામ રસ્તાઓને વાહનવ્યવહાર માટે કાર્યરત કરવામાં આવ્યા છે. સાથે જ સમી તાલુકાના કોડધા, અનવર

પુરા રોડ પર આવેલા કોઝવે ઓવરટોપિંગને કારણે રસ્તો બંધ થવા પામ્યો હતો, જેને તાત્કાલિક મરામત કરીને ટ્રાફિકેબલ બનાવવામાં આવ્યો છે. જિલ્લાના પાટણ, સરસ્વતી, સિદ્ધપુર,ચાણસ્મા, હારીજ, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર તાલુકામાં થયેલા સતત વરસાદ તથા પાણી ભરાવાને કારણે યાતાયાત પર આંશિક અસર થઈ હતી. હવે માર્ગ અને મકાન વિભાગ, પાટણ દ્વારા ૧૦ ટીમો કાર્યરત રહીને યુદ્ધના ધોરણે ડામર પેચ તથા મેટલ પેચ વર્ક મારફતે તાત્કાલિક મરામત કામગીરી હાથ ધરવામાં આવી છે.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *