પૂર્વ સી.એમ.ના નિધનને લઈને; પાલનપુરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ

પૂર્વ સી.એમ.ના નિધનને લઈને; પાલનપુરની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત 241 યાત્રીકોના મોત નિપજ્યા હતા. સદીની સૌથી મોટી વિમાન દુર્ઘટનામાં પૂર્વ સી.એમ.વિજય રૂપાણી મોતને ભેટતાં તેઓના માનમાં એક દિવસનો રાજકીય શોક જાહેર કરાયો છે. ત્યારે આજે પાલનપુર ની સરકારી કચેરીઓ પર રાષ્ટ્રીય ધ્વજ અર્ધી કાઠીએ ફરકતો જોવા મળ્યો હતો.

અમદાવાદથી લંડન જઈ રહેલા વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ કાળનો કોળિયો બની ગયા હતા. જેઓની આજરોજ રાજકોટ ખાતે અંતિમવિધિ યોજાઈ રહી છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા એક દિવસનો શોક જાહેર કરાયો છે. જેને લઈને આજે પાલનપુર સ્થિત કલેકટર કચેરી સહિતની સરકારી કચેરી ઓ પર રાષ્ટ્રધ્વજ અર્ધી કાઠીએ ફરકતો જોવા મળ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *