અંબાજી નજીકના ગામમાં રહેતી 15 વર્ષિય સગીરા સાંજના સુમારે ગબ્બર નજીક રહેતા મોટા બાપાના ઘરે જવા નીકળી હતી. દરમિયાન તેણીનો ઓળખીતો દાંતાના ઘોડા ટાંકણીના શખ્સે બાઇક ઉપર બેસાડી છાપરી રોડ ઉપર લઇ ગયો હતો. જ્યાં અન્ય 6 શખ્સોએ સાથે મળી તેણીને ઝાડીમાં લઇ જઇ વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ અંગે સગીરાની માતાએ અંબાજી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે શખ્સોને ઝડપી લેવા માટે તપાસ હાથ ધરી હતી.
પવિત્ર યાત્રાધામમાં દુષ્કર્મની ઘટના બાદ સ્થાનિક રહેવાસીઓ ફિટકાર વરસાવી રહ્યા છે. આરોપીને જલદીમાં જલદી પકડી કડકમાં કડક કાર્યવાહી માગ કરવામાં આવી રહી છે. પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને તપાસનો ધમધમાટ શરૂ કરી દીધો છે. હજુ સુધી એકપણ આરોપી પકડાયો નથી.
આ ફરિયાદના આધારે અંબાજી પોલીસે તપાસ શરૂ કરી છે અને સગીરાના મેડિકલ ચેકઅપ માટેની કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. ફરિયાદમાં સગીરાની માતાએ આરોપી ઘોડા ટાંકણી ગામની વ્યક્તિ હોવાનો ઉલ્લેખ કર્યો છે, જે સગીરાને બાઇક પર બેસાડીને છાપરી રોડ પર અવાવરૂ જગ્યાએ લઇ ગયો હતો અને ત્યાં છ નરાધમે વારાફરતી દુષ્કર્મ ગુજાર્યું હતું. સગીરા બૂમો ના પાડે એ માટે તેના મોઢામાં ડૂચો લગાવી દીધો હતો.