ડીસા સબ જેલમાં રક્ષાબંધનની ભાવભીની ઉજવણી

ડીસા સબ જેલમાં રક્ષાબંધનની ભાવભીની ઉજવણી

બહેનોએ ભાઈઓના કાંડે રાખડી બાંધતા ભાવુક દ્રશ્યો સર્જાયા; શ્રાવણ માસના પવિત્ર તહેવાર રક્ષાબંધનની ડીસા સબજેલમાં ભાવભીની ઉજવણી કરવામાં આવી હતી. જેલમાં સજા ભોગવી રહેલા ભાઈઓને તેમની બહેનોએ રાખડી બાંધી, ભાઈ-બહેનના અતૂટ પ્રેમના સંબંધને વધુ મજબૂત બનાવ્યો હતો.

પોલીસ મહાનિર્દેશક અને જેલના વડા ડૉ. કે.એલ.એન. રાવ અને પાલનપુર જિલ્લા જેલ અધિક્ષક વી.પી. ગોહિલના માર્ગદર્શન હેઠળ ડીસા સબજેલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. બહેનોએ તેમના બંદીવાન ભાઈઓને કુમકુમ તિલક કરી, કાંડે રાખડી બાંધી અને મીઠાઈ ખવડાવી મોઢું મીઠું કરાવ્યું હતું.

આ કાર્યક્રમમાં બહેનો દ્વારા તેમના ભાઈઓને એક-એક વૃક્ષ પણ ભેટમાં આપવામાં આવ્યું હતું. આ સાથે પર્યાવરણનું જતન કરવા અને વૃક્ષારોપણનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે જેલના અધિકારીઓ દ્વારા બંદીવાન ભાઈઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડીસાના ઇન્ચાર્જ જેલર જે.વી. પાત્રોડ અને તમામ પોલીસ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *