રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ શાંતિવનની મુલાકાત લઇ દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ શાંતિવનની મુલાકાત લઇ દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરશે

વૈશ્વિક આધ્યાત્મ‌ સંસ્થા બ્રહ્માકુમારીના આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે માનવ માત્રના આધ્યાત્મિક શક્તિના સશક્તિકરણ માટે સંમેલન યોગા સીબીર‌નો આરંભ થએલ છે. જેમાં સર્વે પ્રથમ દેશોના ચારો પાંખોના સૈનિક પ્રતિનિધિઓના ત્રિદિવસીય સંમેલનમાં ગૃહમંત્રી અમિત શાહજીએ આરંભ કરાવેલ. અને હવે સમાપન સમારંભમાં કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહ 21 એપ્રિલના રોજ બ્રહ્માકુમારીઝના મુખ્યાલય આબુ તળેટી સ્થિત શાંતિવન ખાતે આવી રહેલ છે.

બ્રહ્માકુમારીના સંયોજક શશીકાંત ત્રિવેદી જણાવે છે કે રક્ષામંત્રીના કાર્યક્રમને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શાંતિવનના ડાયમંડ હોલમાં વિશાળ સંખ્યામાં રાજયોગા શિબિર કરી રહેલ દેશના વિવિધ ક્ષેત્રોના સૈન્ય અધિકારીઓ દેશોની રક્ષા માટે પોતાનામાં અધ્યાત્મ શક્તિ રાજયોગા દ્વારા ભરી રહેલ છે. જેમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ પણ સૈનિકોને 21 એપ્રિલના સંબોધન કરશે તથા દાદી રતન મોહિનીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી આધ્યાત્મનગરી શાંતિવનનું અવલોકન કરી બ્રહ્માકુમારીઝ ગતિવિધિઓથી બ્રહ્માકુમારી બહેનો દ્વારા માહિતગાર કરશે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *