રાજસ્થાન : સગીર પર બળાત્કારના કેસમાં આરોપીને ફાંસીની સજા બાળકીના ટુકડા કરી કોથળામાં ભરી દેવામાં આવ્યા

રાજસ્થાન : સગીર પર બળાત્કારના કેસમાં આરોપીને ફાંસીની સજા બાળકીના ટુકડા કરી કોથળામાં ભરી દેવામાં આવ્યા

રાજસ્થાનના ઉદયપુરમાં ન્યાયની જીત થઈ છે. 8 વર્ષની સગીર બાળકીની બળાત્કાર બાદ હત્યા અને તેના શરીરના 10 ટુકડા કરીને કોથળામાં ભરવાના કેસમાં ઉદેપુર પોક્સો-2 કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે મુખ્ય આરોપી 21 વર્ષીય કમલેશ રાજપૂતને ફાંસીની સજા સંભળાવી છે. ઉપરાંત, તેના માતાપિતાને પુરાવાનો નાશ કરવા અને સહકાર આપવા બદલ 4-4 વર્ષની સજા ફટકારવામાં આવી છે.

શરીરના 10 ટુકડા કરવામાં આવ્યા હતા

ચાર્જશીટ મુજબ આરોપી કમલેશે ઘરના બાથરૂમમાં જ એક પથ્થર અને છરી વડે બાળકીના હાથ, પગ અને ધડ સહિત શરીરના 10 અલગ-અલગ ટુકડા કરી નાખ્યા હતા. પછી તે ટુકડાઓ અલગ-અલગ બેગમાં ભરવામાં આવ્યા. બેગ ટોયલેટમાં સંતાડી હતી. કમલેશના માતા-પિતાને ઘટનાની જાણ બીજા દિવસે 30 માર્ચે થઈ હતી. ત્રણેય મળીને લાશનો નિકાલ કરવાનો પ્લાન બનાવ્યો હતો. રાત્રે 11 વાગ્યાના અરસામાં કમલેશ ઘરથી 200 મીટર દૂર ખંડેર વિસ્તારમાં શરીરના અંગો ભરેલો કોથળો ફેંકવા ગયો હતો. દરમિયાન, કમલેશના પિતા રામ સિંહ ઘરની બહાર અને માતા કિશન કંવર ખંડેરની બહાર ઊભા હતા, જેથી તેઓ તેમના પુત્રને ત્યાંથી પસાર થતા લોકોને ચેતવણી આપી શકે.

subscriber

Related Articles