રાજસ્થાન : વોટિંગ દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસ.ડી.એમને થપ્પડ મારી વીડિયો વાયરલ

રાજસ્થાન : વોટિંગ દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ એસ.ડી.એમને થપ્પડ મારી વીડિયો વાયરલ

અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ SDM અમિત ચૌધરીને થપ્પડ મારી છે. આ ઘટનાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ઉમેદવારે બળજબરીથી મતદાન મથકમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. રાજસ્થાનની દેવલી-ઉનિયારા વિધાનસભા પેટાચૂંટણીમાં મોટો વિવાદ થયો છે. અહીં વોટિંગ દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ SDM અમિત ચૌધરીને થપ્પડ મારી હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

કોણ છે નરેશ મીના?

નરેશ મીણાએ કોંગ્રેસ સામે બળવો કરીને અપક્ષ તરીકે પેટાચૂંટણી લડી છે. નરેશનો આ હુમલો રાજકીય જગતમાં ચર્ચાનો વિષય બન્યો છે. આ મામલો વેગ પકડ્યા બાદ અધિકારીઓમાં પણ નારાજગી જોવા મળી રહી છે. એડિશનલ એસપી બ્રિજેન્દ્ર સિંહ ભાટી પણ ઘટનાસ્થળે હાજર હતા.

આ બેઠક પર કોંગ્રેસ તરફથી કસ્તુરચંદ મીણા અને ભાજપ તરફથી રાજેન્દ્ર ગુર્જર મેદાનમાં છે. નરેશ મીણા આ બેઠક પર કોંગ્રેસમાંથી ટિકિટની માંગણી કરી રહ્યા હતા પરંતુ ટિકિટ ન મળવાના કારણે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે.

subscriber

Related Articles