પાલનપુરમાં ભારે ગાજવીજ સાથે થયેલા તોફાની વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં ઠેરઠેર વરસાદી પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકો સહિત રાહદારીઓ ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા. પાલનપુર શહેરના બેચરપુરા વિસ્તારમાં તોફાની વરસાદને પગલે રોડ પરની દુકાનોમાં વરસાદી પાણી ફરી વળ્યું હતું. આર એન્ડ બી દ્વારા વરસાદી પાણીના નિકાલની કામગિરી ચાલુ હોવાથી વરસાદી પાણી ભરાયું હોવાના અહેવાલ સાંપડ્યા છે. સામાન્ય કમોસમી વરસાદ છતાં વરસાદી પાણી ભરાતા લોકો ટોળે વળ્યાં હતા. જેઓએ તંત્ર સામે ફિટકારની લાગણી વરસાવી હતી.
- May 8, 2025
0
482
Less than a minute
You can share this post!
editor

