દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા, દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા

દાંતા સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘુસ્યા, દર્દીઓને અન્ય વોર્ડમાં ખસેડાયા

બનાસકાંઠાના દાંતા ખાતે આવેલી સરકારી હોસ્પિટલમાં વરસાદી પાણી ઘૂસી જતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. હોસ્પિટલ ખાડામાં આવેલી હોવાથી દર વર્ષે ભારે વરસાદ દરમિયાન પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. આ વખતે પણ વરસાદી પાણી હોસ્પિટલના પરિસરમાં ફરી વળ્યા હતા.પાણી હોસ્પિટલની અંદર સુધી પહોંચી જતાં ડોક્ટરની ચેમ્બર અને દર્દીઓના વોર્ડમાં પણ પાણી ભરાઈ ગયા હતા. પરિસ્થિતિની ગંભીરતાને જોતાં ત્રણ દાખલ દર્દીઓને તાત્કાલિક અન્ય વોર્ડમાં ખસેડવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલના પરિસરમાં ઊભેલા વાહનો પણ પાણીમાં ડૂબી ગયા હતા.ઘટનાની જાણ થતાં દાંતાના સમાજસેવી આગેવાનો અને મામલતદાર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા માટે યોગ્ય પગલાં લેવાની માંગ ઉઠી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *