પાલનપુરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત શ્રાવણના સમાપન ટાણે જામ્યો વરસાદી માહોલ

પાલનપુરમાં વહેલી સવારથી વરસાદની શરૂઆત શ્રાવણના સમાપન ટાણે જામ્યો વરસાદી માહોલ

બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા માસની શરૂઆત સાથે જ વરસાદે દસ્તક આપી છે. જિલ્લાના મુખ્ય મથક પાલનપુરમાં વહેલી સવાર થી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારબાદ વરસાદની શરૂઆત થઈ હતી. શ્રાવણ માસના સમાપન ટાણે આજે સવાર થી જ પાલનપુર શહેરમાં  મેઘરાજાનું ધીમી ધારે આગમન થયું હતું. દિવસભર ઝરમર વરસાદી માહોલ સર્જાયો હતો. જેના લીધે વાતવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.

જોકે, પાલનપુર શહેરના રોડ પર ઠેરઠેર ખાડા પડી જતા વરસાદી પાણીના લીધે અવરજવર કરતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. પાલનપુર ઉપરાંત આસપાસના ગામોમાં પણ વરસાદનું આગમન થયું છે.આ વરસાદથી ખેડૂતોના ચહેરા પર ખુશી જોવા મળી રહી છે. ભાદરવા માસની શરૂઆતમાં જ મેઘરાજાની મહેર થતાં ખેતી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે. વરસાદની આ શરૂઆત ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આ વરસાદથી ખેતીના પાકને ફાયદો થશે અને ખેડૂતોની મહેનત સફળ થશે તેવી આશા જાગી છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *