ડીસા તાલુકામાં વરસાદ: ખેતરો જળમગ્ન, પાકને વ્યાપક નુકસાન

ડીસા તાલુકામાં વરસાદ: ખેતરો જળમગ્ન, પાકને વ્યાપક નુકસાન

બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં ગતરાત્રિથી શરૂ થયેલા ભારે વરસાદને પગલે અનેક ખેતરો પાણીના બેટમાં ફેરવાઈ ગયા છે. વહેલી સવારથી અવિરત વરસાદ વરસતાં ડીસા તાલુકાના મોટાભાગના ગામોમાં ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આસપાસના તમામ નીચાણવાળા વિસ્તારોનું પાણી ખેતરોમાં ધસી આવતા નદી જેવો માહોલ સર્જાયો છે.

ડીસા તાલુકાના જાવલ ગામ સહિત અનેક આજુબાજુના વિસ્તારોમાં ખેતરો સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ રહેતા ખેડૂતોને બાજરી અને મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે. વાવેતર કર્યા બાદ તરત જ સતત વરસાદી પાણી ખેતરોમાં ફરી વળતાં ઊભા પાકને વ્યાપક ક્ષતિ પહોંચી છે. આ ભારે નુકસાનને ધ્યાનમાં રાખીને, ડીસાના ખેડૂતો સરકાર સમક્ષ તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત ખેતરોની મુલાકાત લેવા અને યોગ્ય સહાય જાહેર કરવાની માંગ કરી રહ્યા છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *