ધાનેરામાં વર્ષ 2015 અને વર્ષ 2017માં ભારે પૂરના કારણે રેલ નદીના પાણીએ મોટી ખુંવારી સર્જી હતી. આથી તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા 32 કરોડના ખર્ચે ધાનેરાથી રામપુરા મોટા સુધી સંરક્ષણ દીવાલ મંજૂર કરાઈ હતી, પરંતુ ચાલુ ચોમાસામાં નદીમાં પાણીનો પ્રવાહ આવતાં શહેરની સુરક્ષા માટે બનાવેલ દીવાલના પથ્થર સરકી રહ્યા છે અને દીવાલ ધીરેધીરે તૂટવા લાગતાં સિંચાઈ વિભાગનો ભ્રષ્ટાચાર છતો થવા લાગ્યો છે.વર્ષ 2015 અને વર્ષ 2017માં પુર હોનારતના કારણે ધાનેરામાં રેલ નદીના પાણી ઘૂસી ગયા હતા. આથી ફરીવાર રેલ નદીના પાણી ના આવે તે માટે 32 કરોડના ખર્ચે ધાનેરાથી રામપુરા મોટા ગામ સુધી 8 કિલોમીટર લાંબી પ્રોટેક્શન દીવાલ મંજૂર કરી હતી.સંરક્ષણ દીવાલ તૂટવા લાગતાં ભ્રષ્ટ્રાચાર બહાર આવી રહ્યો છે દીવાલના પથ્થર જમીન તરફ સરકી રહ્યા છે રેલ નદી નજીક ખેતરોમાં વસવાટ કરતા ખેડૂતો અને ધાનેરા શહેરીજનો માટે બનેલી પ્રોટેક્શન વોલના કામમાં ગેરરીતિ આચરાઈ હોવાનું સામે આવ્યું છે. રેલ નદીનું વહેણ પ્રોટેક્શન દીવાલ નજીકથી આગળ વધે છે ત્યારે પાયો મજબૂત ના હોવાના કારણે દીવાલના પથ્થર જમીન તરફ સરકી રહ્યા છે.
- July 30, 2025
0
158
Less than a minute
You can share this post!
editor

