રાધનપુર શહેરમાં તસ્કરોનો તરખાટ: દુકાને ચોરી કરતા 3 ચોર થયા સીસીટીવી માં કેદ,10 લાખથી વધુ ની ચોરી મોબાઈલ અને મોબાઈલ ની એસેસરીઝ ની ચોરી પાટણ જીલ્લાના રાધનપુર શહેરમાં તસ્કરોનો તરખાટ જોવા મળ્યો છે. રાધનપુરના હાઇવે ચાર રસ્તા નજીક આવલા રામલલા ચોક ઇસ્કોન અંબિકા શોપિંગમાં આવેલ રુદ્ર મોબાઇલ માં ચોરીની ઘટના બની હતી.રાધનપુર હાઇવે ચાર રસ્તા ઉપર આવેલ ઇસ્કોન શોપિંગ સેન્ટર ની અંદર રુદ્ર મોબાઇલ ની દુકાને રાત્રી દરમિયાન અજાણ્યા ચોર ટોળકીએ દુકાન ને નિશાન બનાવી ચોરી કરી છે. રાધનપુરના ઇસ્કોન અંબિકા શોપિંગમાં રુદ્ર મોબાઇલમાં ચોરીની ઘટના બની હતી જેમાં તસ્કરોએ દુકાનના તાળા તોડી અંદરથી મોબાઈલ ની ચોરી કરી હતી જે ચોરીની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી.
ઘટનામાં ચોરી કરતા ચોર સીસીટીવી માં કેદ થયાં છે. ત્યારે આ ત્રણ ચોર CCTV માં કેદ થતાં દુકાનદારે રાધનપુર પોલીસ ને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ તેજ કરવામાં આવી હતી. દુકાનમા અંદાજિત 10 લાખથી વધુ ની ચોરી થઈ હોવાનો રૂદ્ર મોબાઇલ દુકાન વેપારી ઠક્કર જીગરભાઈએ જણાવ્યું છે. રાધનપુર રૂદ્ર મોબાઈલ ના દુકાનદાર જીગરભાઈ ઠક્કરના જણાવ્યા પ્રમાણે રાત્રી દરમિયાન ચોરીની ઘટના બની જેમાં અંદાજે 10 લાખથી વધુના મોબાઈલ અને મોબાઈલ ની એસેસરીઝ ની ચોરી થઈ હોવાની વિગત જણાવી છે. અને રાધનપુર પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.
ચોરીની ઘટનામાં CCTV કેમેરામાં ત્રણ ચોર કેદ થયા છે.ત્યારે સીસીટીવી ના આધારે રાધનપુર પોલીસે આગળની વધુ તપાસ હાથ ધરી છે.પરંતુ હમણાં ઘણા સમયથી લઈને રાધનપુર ખાતે ચોરી કરતા ચોર પણ બેફામ બન્યા હોય તેવું જણાઈ રહ્યું છે. શહેરમાં વારંવાર ચોરી થતાં ચોરી કરી ચોર જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાધનપુર શહેરમા વારંવાર બનતી ચોરીની ઘટનાઓને લઈને પોલીસ ને પડકાર ફેંકતા આવા ચોરને ઝડપી કાયદાનો પાઠ ભણાવી ઘટના રિકન્સ્ટ્રશન કરાવવા લોક માંગ ઉઠી છે.