પંજાબ બંધને કારણે રેલવે ટ્રેક અને રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. મોટી સંખ્યામાં ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા લોકો વિરોધ કરી રહ્યા છે. આ દરમિયાન જે પણ દુકાનો ખુલ્લી હોય છે, ખેડૂતોના સંગઠનના લોકો તેને બળજબરીથી બંધ કરાવી રહ્યા છે.ખેડૂત સંગઠનોએ આજે પંજાબ બંધ રાખ્યું છે. પંજાબ બંધના કારણે સવારે 6.30 વાગ્યાથી ખેડૂતોના ઘણા જૂથ હાઈવે અને રેલવે સ્ટેશનો પર એકઠા થઈ રહ્યા છે. પંજાબ બંધની અસર હવે દેખાઈ રહી છે. જો કે પંજાબ બંધ દરમિયાન ઈમરજન્સી સેવાઓ ચાલુ રહેશે.
પંજાબ બંધ સવારે 7 વાગ્યાથી શરૂ થઈને સાંજે 4 વાગ્યા સુધી રહેશે. પંજાબ બંધના કારણે સોમવારે સરકારી કચેરીઓ બંધ રાખવાનું કોઈ એલાન કરવામાં આવ્યું નથી. ફળો અને શાકભાજી વેચતા બજારોને અસર થવાની ધારણા છે, કારણ કે ટ્રક ડ્રાઇવરોએ બંધને સમર્થન આપ્યું છે. પંજાબમાં આજે ખેડૂતોની હડતાળનું એલાન આપવામાં આવ્યું છે, જેના કારણે રોડ અને ટ્રેનોની અવરજવર પર ખાસી અસર જોવા મળી રહી છે. પંજાબ બંધને કારણે 221 ટ્રેનો પ્રભાવિત થઈ છે. વિરોધ કરી રહેલા ખેડૂતોએ 200થી વધુ રસ્તાઓ બ્લોક કરી દીધા છે.