ડીસામાં વન વિનાશ અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

ડીસામાં વન વિનાશ અટકાવવા પ્રાંત અધિકારીને આવેદનપત્ર અપાયું

છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના નામે થઈ રહેલા વન વિસ્તારના વિનાશને અટકાવવા માટે ડીસામાં જીવદયા માનવ સેવા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.પીપલ ફોર એનિમલ્સના સભ્ય કમલેશ દેસાઈ સહિતની ટીમે ડીસા પ્રાંતના એસડીએમને આપેલા આવેદનપત્રમાં જણાવાયું હતું કે દેશભરમાં વિકાસ પ્રોજેક્ટના નામે જંગલોનો નાશ થઈ રહ્યો છે, જે પર્યાવરણ અને વન્ય જીવન માટે અત્યંત ચિંતાજનક છે. વન વિસ્તારો માત્ર વન્ય જીવોને આશ્રય જ નહીં પરંતુ કુદરતી સુંદરતા અને સંતુલન પણ જાળવે છે. જંગલો નદીઓ અને જળ સ્ત્રોતોનું પોષણ કરે છે, જે આપણા જીવન માટે જરૂરી છે. જંગલ નાશની પ્રવૃત્તિઓ તાત્કાલિક બંધ થવી જોઈએ.આપણા કુદરતી વારસા, વન્ય જીવન અને પર્યાવરણનું રક્ષણ કરવું એ આપણી ફરજ છે. વિકાસની સાથે પ્રકૃતિનું જતન કરવું અને પર્યાવરણને ઓછું નુકસાન થાય તેવા વિકલ્પો શોધવા જરૂરી છે. આ બાબતે ધ્યાન આપીને વન વિનાશ રોકવા યોગ્ય પગલાં લેવાની માંગ પણ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *