વિજાપુરમાં વકફ બિલ-UCC મુદ્દે વિરોધ પ્રદર્શન, 60થી વધુ મુસ્લિમ આગેવાનોની અટકાયત

વિજાપુરમાં વકફ બિલ-UCC મુદ્દે વિરોધ પ્રદર્શન, 60થી વધુ મુસ્લિમ આગેવાનોની અટકાયત

વિજાપુરમાં વકફ બિલ અને યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના વિરોધમાં મુસ્લિમ સમાજે પ્રદર્શન કર્યું હતું. મામલતદારને આવેદનપત્ર આપવા જઈ રહેલા પ્રદર્શનકારીઓની પોલીસે અટકાયત કરી હતી. મુસ્લિમ સમાજના અગ્રણી તલત મહેમુદ સૈયદના નેતૃત્વમાં નીકળેલી રેલીમાં સંસદમાં પસાર થયેલા વકફ બિલ અને UCCનો વિરોધ કરવામાં આવ્યો હતો. મામલતદાર કચેરી પહોંચે તે પહેલાં પોલીસ અધિકારી વનરાજસિંહ ચાવડાએ કાર્યવાહી કરી હતી.

પોલીસે તલત મહેમુદ સૈયદ, અસપાક અલી સૈયદ, સાદિક કુરેશી અને તંજીલ સૈયદ સહિત 60થી વધુ યુવકોની અટકાયત કરી હતી. અટકાયત કરાયેલા લોકોને બે વાહનોમાં વસઈ પોલીસ મથકે લઈ જવામાં આવ્યા હતા.

પ્રદર્શનકારીઓએ “વકફ બિલ-UCC બિલ પરત ખેંચો”, “મુસ્લિમ સમાજમાં દખલ કરવાનું બંધ કરો” અને “સરકારની તાનાશાહી નહીં ચાલે”ના સૂત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે આ પગલું લીધું હતું.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *