રાષ્ટ્રનાયક ના આશીર્વાદ મળે ત્યાં જીવનયાત્રા માત્ર વ્યક્તિગત આનંદ નહીં પરંતુ રાષ્ટ્રસેવાના સંકલ્પથી તેજસ્વી બને છે : કેબિનેટ મંત્રી
રાજ્યના કેબિનેટ મંત્રી અને સિધ્ધપુર ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂત ના સુપુત્ર ના લગ્ન પ્રસંગે તેઓના આમંત્રણને સહષૅ સ્વીકારી લગ્નના સત્કાર સમારંભમાં વિશેષ ઉપસ્થિત રહેલા ગુજરાત ના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પધારીને નવદંપતીને આશીર્વચન રૂપે કૃતાર્થ કર્યા હતા. ભારતનું ગૌરવ, ગુજરાતના સપૂત એવા વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા, યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી નો અપાર પ્રેમ અને અવિસ્મરણીય સ્નેહ,નવદંપતીને ભાવી જીવન માટે પ્રેરણા આપશે સાથે સાથે પ્રધાન મંત્રીની પ્રેરણાદાયી ઉપસ્થિતિ નવયુગલના જીવનમાં રાષ્ટ્રસેવાના સંકલ્પને વધુ મજબૂત બનાવશે તેવી કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે આશા વ્યક્ત કરી તેઓએ પ્રધાનમંત્રીનો સહ પરિવાર વતી હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.

