ભાભરના અબાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા

ભાભરના અબાળા ગામે ગ્રામ પંચાયત દ્વારા દબાણ દૂર કરવામાં આવ્યા

ગામતળ ખુલ્લું થતા વિકાસ કામો કરાશે; ભાભર તાલુકાના અબાળા ગામે પંચાયતની ગામતળની જગ્યામાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજુર થયેલ છે. જેથી ગામતળની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી હતી. અબાળા ગામે સર્વે નંબર. 1 ની ગામ તળ સહિતની ગ્રામ પંચાયતની જગ્યામાં અગાઉ આંગણવાડી તેમજ પાણીનું ટાંકુ બનેલ હતું. જે જર્જરીત થતાં તેને તોડી પાડવામાં આવેલ અને જગ્યા ખુલ્લી કરવામાં આવેલ. ત્યાં પેટા આરોગ્ય કેન્દ્ર સહિત વિકાસના કામો મંજુર થતા ગામ તળની જગ્યામાં તેમજ રસ્તા પર માટી નાખીને ગામના બળવતજી ઠાકોર દ્વારા દબાણ કરવામાં આવેલ તેમજ રસ્તો પણ બંધ કરવામાં આવેલ. તેથી ગ્રામ પંચાયત સરપંચ તેમજ તલાટી દ્વારા વહીવટી તંત્રને જાણ કરી તાલુકા પંચાયત, મામલતદાર કચેરીના સ્ટાફ  તેમજ પોલીસ બંદોબસ્ત સાથે રસ્તા પરથી તેમજ ગ્રામ પંચાયતની જગ્યામાંથી દબાણ દૂર કરી જગ્યા ખુલ્લી કરવામાં આવેલ.

આ બાબતે ગ્રામ પંચાયતના તલાટી એ જણાવ્યું હતું કે અબાળા ગામની સરવે નંબર 1 ની જગ્યામાં તેમજ રસ્તા પર દબાણદાર દ્વારા માટી નાખીને દબાણ કરવામાં આવેલ. જે બાબતની ગામજનો દ્વારા દબાણ દૂર કરવા માટે અરજી પણ આવેલ હોઈ તેમજ નવીન મંજૂર થયેલ પેટા આરોગ્ય કેન્દ્ર બનાવવાનું હોઈ રસ્તો ખુલ્લો કરવામાં આવેલ તેમજ દબાણ પણ દૂર કરવામાં આવેલ છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *