સરકારી જમીન ઉપર દબાણ કરનારા અસામાજિક તત્વો મા ફફડાટ; ગુજરાત રાજ્યના ડી.જી.પી.ના આદેશ અનુસાર રાજ્યના અસામાજિક ગુંડા તત્વો ઉપર કાર્યવાહી કરવા બાબતેની સુચના મુજબ પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકની સુચના આધારે પાટણ જિલ્લાના તાલુકા મથક ચાણસ્મા શહેરમાં સોમવારે ચાણસ્મા-મહેસાણા હાઇવે રોડ ઉપર રોયલ હોટલની નજીક હાઇવે રોડની બાજુમાં નગરપાલિકાની સરકારી જમીનમાં ગે.કા. રીતે દબાણ કરી સંઘવીર આમલેટ સેન્ટર એન્ડ સાજન રોટલા ઘર નામથી ગેરકાયદેસર બનાવેલ હોટલ અને ઇંડાની દુકાનનું દબાણ કરનાર અસામાજિક શખ્સ સંજયજી ભુપતજી ઠાકોર રહે. ચાણસ્મા ટેબાવાસ તા.ચાણસ્મા જી.પાટણવાળા નું ગેરકાયદેસરનું દબાણ નગરપાલીકા ચાણસ્માની ટીમને સાથે રાખી ચાણસ્મા પોલીસે દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરતા ગેરકાયદેસર દબાણ કરનારા અસામાજિક તત્વો મા ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.
- April 9, 2025
0
504
Less than a minute
You can share this post!
editor

