ધાનેરા થી પાડોશી રાજસ્થાન રાજ્યનાં સાંચોર અને રાણીવાડા તરફ જવા માટે એક માત્ર રેલ નદી નો માર્ગ: ધાનેરા તાલુકાની જરૂરી રજૂઆતો નો અંત આવતો નથી જાહેર પ્રજા માટેની રજૂઆત માટે ધાનેરા મત વિસ્તારનાં પૂર્વ કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય નથાંભાઈ પટેલ એ રજૂઆત કરી છે. જો કે હજુ સુધી આ બાબત સરકાર ને ધ્યાને આવી નથી ધાનેરા શહેર માંથી પસાર થતા બાદ જો આપને પાડોશી રાજસ્થાન રાજ્યનાં સાંચોર કે પછી રાણીવાડા તરફ જવું હોય તો રેલ નદી નો પુલ પાર કરવો પડે છે.
જોકે આ રેલ નદીના પુલ પર હવે સવાર સાંજ હોય કે પછી કોઈ વાહન રેલ્વે પુલ પર ખોટવાયું હોય તેના લીધે ટ્રાફિક રોંજીંનદુ બની ગયું છે. જોકે વાહનોનું ટ્રાફિક ના થાય તે માટે વર્ષ 2017 પહેલાં ધાનેરા રેલ નદી ના પુલ નજીક થી ધાખા ગામ ને જોડતો માર્ગ કાર્યરત હતો જેના લીધે ધાખા ગામ થી લઈ રમુણા અને ડુવા ગામ તરફ જવાનો માર્ગ એક દમ સરળ હતો. આ માર્ગ વર્ષ 2017 થી બંધ કરી દેવામાં આવ્યો છે જેના કારણે હવે ટ્રાફિકની સમસ્યા સાથે વાહન ચાલકો ને નદી નો પુલ પસાર કરવો પડી રહ્યો છે. જે મામલે ભાઈ પટેલ રહેવાસી રમુણા વાળા એ જણાવેલ કે પ્રજાની માગ છે કે આ રસ્તો ફરી શરૂ કરવામાં આવે
ધાનેરા મત વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલ એ સરકારના પત્ર લખી જૂનો માર્ગ ફરી શરૂ કરવા માટેની માગ કરી છે. ધાનેરા રેલ નદી પર થી હજારો વાહનો પસાર થાય છે. સાથે ભારતીય સેના માટે પણ આ માર્ગ મહત્વનો સાબિત થાય છે. અને જો રેલ નદી પર ટ્રાફિક જામ થાય તો આ રસ્તો બંધ થઈ જાય છે જેના કારણે મોટી મુશ્કેલી પણ ઊભી થઈ શકે છે. જેથી સ્થાનિક આગેવાનો ની રજૂઆત છે કે જૂનો માર્ગ જે ધાખા તરફ જાય છે એ માર્ગ ફરી શરૂ કરવામાં આવે જો આ માર્ગ ફરી શરૂ કરવામાં આવે તો રેલ નદી પર નું ટ્રાફિક બંધ થઈ શકે છે.