બાઈવાડા અને વિઠોદર સબ સ્ટેશનની વિજ લાઇન ઉપર ઝાડી ઝાંખરનું સામ્રાજ્ય

બાઈવાડા અને વિઠોદર સબ સ્ટેશનની વિજ લાઇન ઉપર ઝાડી ઝાંખરનું સામ્રાજ્ય

વિજ દુર્ઘટનાનો ભય,સમારકામની માંગ ઉઠી; ડીસા તાલુકાના બાઈવાડા અને વિઠોદર સબસ્ટેશન વીજળીની લાઈનો ઉપર ઝાડી ઝાંખરના સામ્રાજ્ય સાથે વિજ પોલ પણ જર્જરિત હાલતમાં છે. બાઈવાડા સબ સ્ટેશનમાંથી પસાર થતી ભાદરીયા ફિલ્ડર અને ઘાડા ફિલ્ડર અર્બુદા ફિલ્ડરની વીજલાઈન થેરવાડા અને બાઈવાડા જાવલ તાલેપુરા ગામ સુધી પહોંચે છે.આ લાઈનના વીજ તાર ઘણા નીચે આવી ગયા છે અને ઝાડી-ઝાંખરા સાથે વીંટળાઈ ગયા છે. જેથી વિજ દુર્ઘટનાની ભીતી વર્તાય છે.

વિઠોદર સબસ્ટેશન – વિઠોદર જેજેવાય અને થેર ફિલ્ડરની રોબસ ફિલ્ડર વિઠોદર સબ સ્ટેશનમાંથી પસાર થતી વિઠોદર જેજેવાય અને તાલેગઢ ગામમાં જતી વીજ લાઈનના ઘણા પોલ (થાંભલા) ઝાડી-ઝાંખરાથી ઘેરાયેલા છે. થેર ફીડર અને રોબસ ફીડરના કેટલાક વીજપોલ પણ જર્જરિત હાલતમાં છે.આ જર્જરિત પોલને કારણે ખેડૂતોના ખેતરોમાં નુકસાન થવાની સંભાવના છે, તેથી કોઈ નુકસાન થાય તે પહેલાં સમારકામ કરવા માટે રજુઆત કરાઈ છે. આ બાબત ઝેરડા વિધુત બોર્ડના અધિકારીઓને ખેડૂતોએ મૌખિક રજૂઆતો કરી છે પણ હજી સુધી કોઈ પણ કામગીરી કરવામાં આવી નથી. ખેડૂતોએ જણાવ્યું હતું કે ઝેરડા વિધુત બોર્ડના અધિકારીઓ ખાલી કાગળ પર કામગીરી દેખાડે છે. અને અધિકારીઓ ચોવીસ કલાક વિસ્તારોમાં ગાડીઓ લઈને ફરે છે પણ એમને જર્જરિત વિજ પોલ અને ઝાડી નજરે પડતી નથી.તેવો રોષ ઠાલવી તાત્કાલિક ધોરણે સામારકામ કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *