ટોલી ની પાછળ રેડીયમ લગાવું અને રોગ સાઇડમાં ચલાવવા પર કાર્યવાહી; બનાસકાંઠા જિલ્લામાં કામગીરી શરૂ થઈ છે. જેમાં ખાસ કરીને બટાકાની સિઝનને લઈ રસ્તાઓ પર બટાકાના કટ્ટા ભરી કોલ્ડ સ્ટોરેજમાં બટાકા મૂકવા ટ્રેક્ટર જતા હોય છે. પરંતુ આ ટેકટરો ની પાછળ લગાવેલ ટોલી માં પાછળના ભાગે કોઈ લાઈટની સુવિધાઓ ન હોવાને કારણે રાત્રિ દરમિયાન અકસ્માતનો ભય રહેતો હોય છે. ત્યારે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ટ્રેક્ટર ચાલકો માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. જેમાં ટ્રેક્ટર ચાલકોને ટ્રોલી પાછળ રેડિયમ પટ્ટી લગાવવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંત રોંગ સાઈડમાં ટ્રેક્ટરનો ન ચલાવવા ની પણ સુચના આપવામાં આવી છે. તેમ છતાં હાઇવે ઉપર નિયમોનું પાલન નહીં કરવામાં આવે તો તેવા ટ્રેક્ટર ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશન વિભાગ દ્વારા આ અંગેની એક સૂચના સાથે ટ્રેક્ટર ચાલકોને આપવામાં આવી છે. જેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે જેથી હાઇવે ઉપર અકસ્માતો ને નિવારી શકાય.
ટ્રેક્ટરોમાં મોટા અવાજે સાઉન્ડ વાગતા હોય છે. તેના પર પ્રતિબંધ મૂકવામાં આવે; બનાસકાંઠા જિલ્લામાં બટાકાની સીઝન શરૂ થઈ છે. ત્યારે ટ્રેક્ટરના ડ્રાઇવરો દ્વારા ટ્રેક્ટરમાં મોટા પ્રમાણમાં સાઉન્ડ સિસ્ટમ સેટ કરાવી હાઇવે અને રસ્તાઓ ઉપર મોટાભાગે સાઉન્ડ વગાડતા હોય છે. તેના કારણે ધ્વનિ પ્રદૂષણની સાથે અકસ્માત નો ભય સતાવી રહ્યો છે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા મોટા અવાજે સાઉન્ડ વગાડતાં ટ્રેક્ટર ચાલકો સામે પણ કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.