દેશભરમાં સર્જાયેલી કેટલીક સિસ્ટમોના પગલે સમગ્ર ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થયા ના પણ અહેવાલો મળ્યા છે. અને હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી સમય દરમિયાન છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જેના કારણે આકરી ગરમીથી લોકોને રાહત મળી છે છેલ્લા ચાર પાંચ દિવસ થી હીટવેવ અસર જોવા મળી રહી હતી. જેના કારણે લોકો ગરમીથી તોબા પોકારી ઉઠ્યાતા પરંતુ દેશના વિવિધ ભાગોમાં કેટલીક સિસ્ટમો સક્રિય થતા વાતાવરણમાં પણ અસ્થિરતા સાથે હવામાન માં પલટો આવ્યો છે. જેની અસર બનાસકાંઠા જિલ્લાના વાતાવરણ માં જોવા મળી રહી છે આકાશમાં અંશતઃ વાદળો ધેરાયા છે જેના કારણે મહત્તમ તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો છે. હવામાન નિષ્ણાતોના મતે હજુ આગામી 15 એપ્રિલ સુધી ગરમીમાંથી રાહત મળે એવી શક્યતાઓ છે ત્યારબાદ ફરી એકવાર ગરમી નું પ્રમાણ વધી શકે છે.
આગામી સમયમાં પવનની ગતિમાં વધારાની સાથે આકાશ વાદળછાયુ બની રહેશે; આ અંગે કેટલાક હવામાન નિષ્ણાતો ના મતે દેશભરમાં સર્જાયેલી વાતાવરણની અસ્થિરતા ને લઈ ઉત્તર ગુજરાત સહિત બનાસકાંઠા જિલ્લામાં આગામી સમયમાં પવનની ગતિમાં વધારો નોંધાશે અને કેટલાક વિસ્તારોમાં વાદળો જોવા મળશે આ ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ધૂળ ભરી આંધી પણ આવી શકે તેવી શક્યતાઓ રહેલી છે.
વાતાવરણમાં અચાનક આવેલા પલટા નું કારણ; આ અંગે હવામાન નિષ્ણાતોના મતે બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ઉપરાંત ઉત્તર ભારતમાં પસાર થઈ રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ અને રાજસ્થાન રાજ્ય ઉપર સર્જાયેલી સાઇકોલોનીક સિસ્ટમ ઉપરાંત અરબી સમુદ્રમાં એન્ટીસાયકોનોમિક્સ સિસ્ટમને પગલે આગામી ત્રણ ચાર દિવસ સુધી વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળી શકે તેવી શક્યતાઓ રહેલી છે તેના કારણે દેશ ના કેટલાક ભાગોમાં વરસાદ પણ થવાની શક્યતા રહેલી છે.