વેપારીઓ સાથે બેઠક કરી સાવચેતીથી વેપાર કરવા જાણ કરાઇ
પાલનપુરમાં દિવાળીના તહેવારને લઈ પાલનપુર પશ્ચિમ પોલીસ મથક ખાતે વેપારીઓ સાથે બેઠક યોજાઇ હતી. જેમાં સાવચેતીથી અને તકેદારી રાખી વેપારીઓને વેપાર ધંધો કરવા જણાવવામાં આવ્યું હતું.
દિવાળીના તહેવારો આવી રહ્યા છે જેને લઇ પુષ્ય નક્ષત્ર તેમજ ધન તેરસના તહેવારોમાં સોના ચાંદીની ખરીદી વધુ થતી હોય છે . તેમજ ફટાકડાઓનું વેચાણ દરમિયાન ફાયર સેફ્ટી તેમજ સાવચેતીથી વેપાર કરવા માટે વેપારીઓ સાથે પશ્ચિમ પોલીસ મથકના પીઆઇ અંકુર દેસાઈ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને આ તહેવારો દરમિયાન સાવચેતીથી વેપાર ધંધો કરવા જણાવવામાં આવ્યું હતું તેમજ કોઈપણ જાતની તકલીફ પડે તો પોલીસને તુરંત સંપર્ક કરવા જાણ કરી હતી.

