પાલનપુરમાં રીક્ષામાં ભૂલી ગયેલા રૂપિયા 5.13 લાખના સોના-ચાંદીના દાગીના પોલીસે મૂળ માલિકને પરત કર્યા

પાલનપુરમાં રીક્ષામાં ભૂલી ગયેલા રૂપિયા 5.13 લાખના સોના-ચાંદીના દાગીના પોલીસે મૂળ માલિકને પરત કર્યા

તેરા તુજકો અર્પણ અંતર્ગત જિલ્લા પોલીસ વડાના હસ્તે મૂળ માલિકને દાગીના ભરેલ બેગ અપાઇ…

પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં રહેતો ઠાકર પરિવાર દિવાળીની રજાઓમાં પોતાના વતન જતી વખતે સોના ચાંદીના દાગીના ભરેલ બેગ રિક્ષામાં ભૂલી ગયો હતો. જે અંગેની જાણ થતા નેત્રમ પોલીસનો સંપર્ક કર્યો હતો. જેથી પોલીસે નેત્રમની મદદથી સોના ચાંદીના દાગીના ભરેલ બેગ શોધી જિલ્લા પોલીસ વડાના હસ્તે મૂળ માલિકને પરત કરવામાં આવી હતી.

પાલનપુર બ્રાહ્મણવાસ દિલ્હી ગેટ ખાતે રહેતા ધર્મેશકુમાર શંભુપ્રસાદ ઠાકર 24 ઓક્ટોબર 2025 ના રોજ તેઓના પરિવાર સાથે દિવાળીના તહેવારમાં તેમના વતન સિદ્ધપુર ખાતે જવા નીકળ્યા હતા. જેઓ દિલ્હી ગેટ ખાતેથી રિક્ષામાં બેસી એરોમા સર્કલ પેટ્રોલ પંપ નજીક ઊતરી પેસેન્જર ગાડીમાં બેસી સિદ્ધપુર જવા નીકળ્યા હતા. તે સમય દરમિયાન તેમના રૂ.5.13 લાખ સોના ચાંદીના દાગીના ભરેલ બેગ રિક્ષામાં ભૂલી ગયા હોવાની તેમને જાણ થતાં તેમને પાલનપુર નેત્રમ શાખાના પીએસઆઇ કે.ડી.રાજપુતનો સંપર્ક કરતા તેમણે સીસીટીવી ફૂટેજના આધારે ચેક કરતા રીક્ષામાં ભૂલી ગયા હોવાનું જાણવા મળ્યું.

નોડલ ઓફિસર વિશ્વાસ પ્રોજેક્ટના નાયબ પોલીસ અધિક્ષક બી. એમ.પરમારના માર્ગદર્શન હેઠળ નેત્રમના પીએસઆઇ કે.ડી. રાજપુત સહિતની ટીમ દ્વારા રિક્ષા ચાલક મોહમદ કુરેશી (રહે.બારડપુરા) નો સંપર્ક કરતા રિક્ષામાંથી સોના ચાંદીના દાગીના ભરેલ બેગ મળી આવી હતી.જેથી આ બેગ પોલીસે ગણતરીના કલાકોમાં શોધી લેતા જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુબેના હસ્તે રિક્ષા ડ્રાઇવરનું સન્માન પત્ર આપી સન્માન કરાયું હતું તેમજ તેરા તુજકો અર્પણ અંતર્ગત સોના ચાંદીના દાગીના ભરેલ બેગ મૂળ માલિકને પરત કરવામાં આવતા મૂળ માલિકે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

 

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *