પાલનપુરમાં પોલીસે હત્યાના આરોપીઓનું જાહેરમાં રી-કન્સ્ટ્રકશન

પાલનપુરમાં પોલીસે હત્યાના આરોપીઓનું જાહેરમાં રી-કન્સ્ટ્રકશન

લોકોના ટોળા ઉમટ્યા :  ગુજરાત પોલીસ જિંદાબાદના નારા લાગ્યા

પાલનપુરમાં થયેલ હત્યાના  કેસમાં પોલીસે 6 આરોપીને પકડ્યા હતા. જે આરોપીઓનું પોલીસે સ્થળ પર લઈ જઈને રિ કન્સ્ટ્રકશન કર્યું હતું.  પોલીસ આરોપીઓને લઈ ઘટના સ્થળે પહોંચતા મોટી સંખ્યામાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા.જેથી ઘટના સ્થળે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

પાલનપુરના ગઠામણ પાટીયે આવેલ ખાનગી હોટલ નજીક ગત 20 મી તારીખે રાત્રે પૈસાની લેતી દેતી મામલે ગાદલવાડા ગામના ભરત ચૌધરી અને નિતિન ચૌધરી પર ભાર્ગવ મંડોરા ઉર્ફે લાલો માળી સહિત 25 લોકોના ટોળાએ જીવલેણ હથિયારો વડે હુમલો કરતા ભરતભાઈ ચૌધરી અને નીતિનભાઈ ચૌધરીને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન ભરતભાઈ ચૌધરી નામના યુવકનું મોત નીપજ્યું હતું. જેને લઇ સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા.

જેને લઈ જિલ્લા પોલીસ વડાએ એલસીબી એસઓજી સાયબર ક્રાઇમ, લોકલ પોલીસની ટીમ સહિત 10 જેટલી અલગ અલગ ટીમનું ગઠન કરીને 6 આરોપી ઝડપી પાડ્યા હતા. પોલીસે  6  આરોપીના કોર્ટમાં 14 દિવસના રિમાન્ડ માંગતા 8 દિવસના રિમાન્ડ મંજૂર થયા હતા. દરમિયાન પોલીસે મુખ્ય આરોપી સહિત છ આરોપીને એરોમા સર્કલ ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે જાહેરમાં ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. જ્યાં ઘટના સ્થળ પર લોકોના ટોળા ઉમટ્યા હતા. અને લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો. લોકોએ આરોપીઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરી હતી. સમગ્ર વિસ્તાર ગુજરાત પોલીસ જિંદાબાદના નારા સાથે ગુંજી ઉઠ્યો હતો. લોકોએ પોલીસની કામગીરીને બિરદાવી હતી. અને સમાજમાં આવા અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરી દાખલો બેસે તેવી માંગ કરી હતી. ઘટના સ્થળ પર ટોળાના આક્રોશને લઈને પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. ડી.વાય.એસ.પી, એલસીબી  પી.આઈ., પશ્ચિમ પોલીસ મથકના પી.આઈ. સહિતનો પોલીસ સ્ટાફ  હાજર રહ્યો હતો.

 

પોલીસ દ્વારા રી- કન્સ્ટ્રક્શન -પંચનામું કરવામાં આવ્યું : ડી.વાય.એસ.પી

ડીવાયએસપી જીગ્નેશ ગામીતએ જણાવ્યું હતું કે  20 ડિસેમ્બરના રોજ આરોપીઓ દ્વારા  ભરતભાઈ ચૌધરીનું મૃત્યુ નીપજાવવામાં આવ્યું હતું.  તે આરોપીઓને પકડી પાડી  આઠ દિવસના રિમાન્ડ  લેવામાં આવ્યા છે. જે રિમાન્ડ અન્વયે  આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ આરોપીઓ જ્યાં આગળ ભેગા થયા હતા અને કાવતરું ઘડ્યું હતું. તે જગ્યાએ લઈ જઈ પુરતા પોલીસ બંદોબસ્ત સાથે રી કન્સ્ટ્રક્શન- પંચનામું કરવામાં આવ્યું હતું. આ કેસની તપાસ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર અંકુર દેસાઈ ચલાવી રહ્યા છે.તેમાં હજી ઊંડાણપૂર્વક તપાસ કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે

 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *