ડમી ગ્રાહક બનાવી સ્પામાં ચાલતા દેહવ્યાપાર ને ખુલ્લો પાડી પોલીસે કાયૅવાહી હાથ ધરી
પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તાર નજીકમાં આવેલ સ્વામી બુદ્ધા સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો પોલીસે પર્દાફાશ કરી બે શખ્સો ની અટકાયત કરી હોવાનું જાણવા મળ્યું છે.આ બાબતે મળતી માહિતી મુજબ પાટણના સ્વામી બુદ્ધા રિલેક્સ સ્પામાં સ્પાની આડમાં દેહવ્યાપાર નો ધંધો ચાલતો હોવાની હકીકત પોલીસ ને પ્રાપ્ત થતાં પોલીસે ઉપરોક્ત સ્પા સેન્ટર પર ડમી ગ્રાહક મોકલી પોલીસે ગોરખ ધંધો ઝડપી પાડી 2 વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. પાટણ શહેરના અંબાજી નેળિયા પાસેના કેન્સ એવન્યુ નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે ચાલતા સ્વામી બુદ્ધા સ્પામાં ચાલતા દેહ વ્યાપારનો ગોરખ ધંધો એસ ઓ જી પોલીસે ઝડપી લીધો છે. જે મામલે બે વ્યક્તિઓ વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
પાટણ જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને બાતમી મળી હતી કે, પાટણ શહેરના અંબાજી નેળિયા પાસે કેન્સ એવન્યુ નામની બિલ્ડીંગમાં ત્રીજા માળે ચાલતા સ્વામી બુદ્ધા રિલેક્સ નામના સ્પામાં બહારથી છોકરીઓને લાવીને મસાજના નામે તેમની પાસે દેહવ્યાપાર કરાવવામાં આવે છે જેથી પોલીસે બોગસ ગ્રાહક ઊભો કરી મહિલા પોલીસ અને પંચોને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી હતી. સ્પાના નામે ચાલતા ગોરખધંધો સામે આવતા જ પોલીસે આ ગોરખ ધંધો ચલાવનાર અશ્વિન સિંહ વિક્રમભાઈ વાઘેલા રહે ઉંબરી તા કાંકરેજ જી.બનાસકાંઠા અને ઉત્તમ સોની ગામ ડીસા બનાસકાંઠા વાળા વિરુદ્ધ અનૈતિક વ્યાપાર પ્રતિબંધ અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધીને અશ્વિન સિંહ વાઘેલાની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.